શિવાંશના પિતા સચિન દીક્ષિતના કામ અને ચાલચલગત વિશે કંપનીના માલિકે કરી વાત, આવો છે તેનો સ્વભાવ!

|

Oct 10, 2021 | 2:32 PM

વડોદરાના છાણીમાં ક્રિસ્ટલ હાર્ડવેર નામની ફર્મમાં ઓઝોન કંપનીની બ્રાન્ચ ઓફિસ છે. જેમાં શિવાંશના પિતા સચિન દિક્ષિત કામ કરતા હતા. ક્રિસ્ટલ કંપનીના માલિક મનોજ ગાંધીએ તેમના વિશે માહિતી આપી છે.

ગાંધીનગરના પેથાપુરથી બિનવારસી મળી આવેલા શિવાંશ કેસમાં પોલીસની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. શિવાંશની માતા મહેંદીનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. પોલીસ તેને શોધી રહી છે. પણ શિવાંશને ત્યજીને ફરાર થનારો તેનો પિતા સચિન દીક્ષિત અને સચિનની પત્ની આરાધના રાજસ્થાન કોટાથી પકડાઈ ગયા છે. તેમને ગાંધીનગર લવાયા છે..આરાધનાએ સમગ્ર ઘટનામાં પોતે અજાણ હોવાનો દાવો કર્યો છે. તેણે શિવાંશ અને પતિના પ્રેમ સંબંધો અંગે અજાણ હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ મહેંદીના માસી પણ સામે આવ્યા છે. તેમણે શિવાંશનો કબજો સોંપવાની માગ કરી છે. જોકે તેઓ પણ એ જાણતા નથી કે મહેંદી ક્યાં છે.

આ મામલે બહાર આવ્યું છે કે સચિન દીક્ષિત વડોદરામાં ઓઝોન કંપનીની બ્રાન્ચમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તે શુક્રવારે અહીંથી નીકળ્યો હતો. આ દરમિયાન કંપનીમાં રજા રાખી હોવાનું કહીને તે નીકળ્યો હતો. જણાવી દઈએ કે વડોદરાના છાણીમાં ક્રિસ્ટલ હાર્ડવેર નામની ફર્મમાં ઓઝોન કંપનીની બ્રાન્ચ ઓફિસ છે. ક્રિસ્ટલ કંપનીના માલિક મનોજ ગાંધીના જણાવ્યા અનુસાર સચિન ઓઝોન કંપની માટે કામ કરતો હતો. ક્રિસ્ટલ ઓઝોનના ડિસ્ટ્રીબ્યુટર છે. જો કે મહેંદી અહીંયા કામ કરતી ન હતી. સચિનની જવાબદારી ઓઝોન કંપનીનાં ઉત્પાદનોના માર્કેટિંગ સહિતની હતી. સચિનના ચારિત્ર વિશે તેમણે જણાવ્યું કે સચિન કામ બાબતે સીધો છોકરો છે. કામને લઈને તેના તરફથી કોઈ તકલીફ થઇ નથી. એના પર્સનલ પ્રોબ્લમ વિશે સૌ અજાણ છે. ક્રિસ્ટલના માલિકે કહ્યું કે અમે માત્ર ત્રણ મહિનાથી જ તેને જાણીએ છીએ એટલે વધુ ડીટેઇલમાં ખ્યાલ નથી.

 

આ પણ વાંચો: EXCLUSIVE : શિવાંશની માતા અંગે મોટો ખુલાસો, જુઓ કોણ છે બાળકની અસલી માતા

આ પણ વાંચો: શિવાંશની માતા મહેંદીના સંબંધીએ માંગી કસ્ટડી,કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

Published On - 2:25 pm, Sun, 10 October 21

Next Video