Vadodara : વાવાઝોડા બાબતે CMની જિલ્લા કલેક્ટર સાથે સમિક્ષા બેઠક, અગમચેતીરૂપે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઇ

|

May 17, 2021 | 2:56 PM

Vadodara : મુખ્યમંત્રી રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા વાવાઝોડા અંગે જિલ્લાઓની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા. જેમાં તેમણે જિલ્લા કલેકટરને વિગતવાર માહિતી આપી છે.

Vadodara : વાવાઝોડા બાબતે CMની જિલ્લા કલેક્ટર સાથે સમિક્ષા બેઠક, અગમચેતીરૂપે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઇ
વડોદરામાં સમીક્ષા બેઠક

Follow us on

Vadodara : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓની વાવાઝોડા વિષયક પૂર્વ તૈયારીઓ અને તકેદારીના પગલાંની સમીક્ષા કરી હતી. તેમાં રાજ્ય સ્તરે મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને મહેસૂલ અને ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે શહેર અને જિલ્લામાં કોવિડ સારવાર અને આરોગ્યલક્ષી, વીજ પુરવઠો,ઓકસીજન પુરવઠોની જાળવણી સહિત લેવામાં આવેલા પગલાંઓની વિગતવાર માહિતી આપી હતી.

ગુજરાત રાજ્ય તરફ આવી રહેલ વાવાઝોડાના સંદર્ભે તમામ પ્રકારની કાર્યવાહીના સંકલન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના આદેશથી નાયબ કલેક્ટર કક્ષાના બે અધિકારીશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જેઓ ૨૪-૭ જિલ્લા કંટ્રોલ રૂમમાં ફરજ બજાવશે. આમાં જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.ગોકલાણી સવારે ૮:૦૦ વાગ્યાથી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી અને નાયબ કલેકટરશ્રી આર.પી.જોષી રાત્રે ૮:૦૦ થી સવારે ૮:૦૦ વાગ્યા સુધી ફરજ બજાવશે અને વાવાઝોડા સંદર્ભે જિલ્લામાં તમામ બાબતે અને તાલુકાઓ સાથે સંકલન કરી કામગીરીનું મોનીટરીંગ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જિલ્લા કલેકટરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તમામ તાલુકાઓ માટે વર્ગ-૧ના અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેઓને પોતાને સોંપવામાં આવેલ તાલુકામાં વાવાઝોડાને લગતી તમામ પ્રકારની કામગીરી કરવા સુચના આપી છે.

જિલ્લા કલેકટરએ એરપોર્ટ નિયામક સાથે કર્યો પરામર્શ

જિલ્લા કલેકટરએ એરપોર્ટ નિયામક સાથે કર્યો પરામર્શ

વાવાઝોડાની સંભાવનાઓના અનુસંધાને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વડોદરા એરપોર્ટ ડાયરેકટર સાથે બેઠક કરીને પરામર્શ કર્યો હતો. તેમણે એરપોર્ટ પર સાવચેતીના તમામ પગલા લેવાય તે માટે સુચના આપી હતી.

પવનની તીવ્ર ગતીના કારણે કોઇ પણ પ્રકારની ઘટના ન બને તે માટે વડોદરા એરપોર્ટ પર તકેદારીના ભાગરૂપે રેસ્ક્યુ તથા રીલિફ સિવાયની તમામ કામગીરી હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.એરપોર્ટ પર ડી.જી. સેટ તથા તેને સંલગ્ન જરૂરી તમામ સુવિધાની ચકાસણી કરવા સુચના આપી હતી. ડિ-વોટરીંગ પંપ તેમજ તેને સંલગ્ન જરૂરી સુવિધાઓ ઉભી કરવા જરૂરી સૂચનાઓ અપાઇ છે. મોટા-જોખમી બેનર્સ અને પોસ્ટર્સ તેમજ હંગામી બેરીકેટ્સ તાત્કાલિક હટાવવા જણાવવામાં આવ્યું હતું.

Next Article