જીતુ વાઘાણીએ આજે કેબિનેટ બેઠકમાં રસીકરણ અને નિરામય યોજના અંગે થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં થયેલા રસીકરણ અને રસીકરણને લઈને આગામી સમયમાં યોજવાના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.
જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે આરોગ્ય વિભાગ સરાહનીય કામગીરી કરી રહ્યુ છે. સાથે જ જણાવ્યુ કે મહેસાણાના 25 ગામમાં ઘરે ઘરે ટીમે પહોંચીને 1,200 લોકોને રસીનો બીજો ડોઝ આપ્યો છે. રાજ્યની જનતાના સહકારથી આ પરિણામ પ્રાપ્ત થયુ હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ.
જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે સમગ્ર રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી 75માં અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટીમ બનાવાશે. જે રોજના 75 ગામમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ અંતર્ગત રસીકરણની કામગીરી કરશે. આગામી 15 દિવસમાં જ રસીકરણની આ કામગીરી પૂર્ણ કરવાનું સરકારે આયોજન બનાવ્યુ છે. જીતુ વાઘાણીએ નિરામય યોજના અંગે કેબિનેટમાં ચર્ચા થઈ હોવાનું જણાવ્યુ હતુ, તેમણે જણાવ્યુ હતુ દરેક લોકોને હવે ઘરે બેઠા રસી અપાય તેવા સરકાર પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Maharashtra Violence : રઝા એકેડમીની ઓફિસ પર પોલીસના દરોડા, ધારાસભ્ય મુફ્તીએ કર્યો ચોંકાવનારો દાવો
આ પણ વાંચોઃ Startup Challenge 2021: IIT મંડી આપી રહ્યું છે 50 લાખ અને અનેક ઈનામો જીતવાની તક, આ રીતે કરો રજિસ્ટ્રેશન