વાર્ષિક ભવિષ્યફળ, વિક્રમ સંવત 2077માં મેષ રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે?

|

Jan 16, 2021 | 4:03 PM

મેષ (અ લ ઈ ) શુભાશુભ તારીખો માસ સાનુકૂળ તારીખ પ્રતિકૂળ તારીખ નવેમ્બર 17,26,28,30 19,21,23,24,29 ડિસેમ્બર 1,3,7,13,19,22,28,31 2,4,6,11,15,17,23,25 જાન્યુઆરી 2,3,12,15,23,24,26,30 4,5,8,9,11,13,22,28 ફેબ્રુઆરી 3,9,13,16,20,23,25,27 1,5,11,15,18,19,21,26 માર્ચ 5,12,14,19,20,24,30 1,2,4,9,13,17,22,28 એપ્રિલ 1,4,8,14,20,23,27,28 2,3,6,10,12,18,21,22   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક […]

વાર્ષિક ભવિષ્યફળ, વિક્રમ સંવત 2077માં મેષ રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે?

Follow us on

મેષ (અ લ ઈ )

શુભાશુભ તારીખો

માસ
સાનુકૂળ તારીખ
પ્રતિકૂળ તારીખ
નવેમ્બર 17,26,28,30 19,21,23,24,29
ડિસેમ્બર 1,3,7,13,19,22,28,31 2,4,6,11,15,17,23,25
જાન્યુઆરી 2,3,12,15,23,24,26,30 4,5,8,9,11,13,22,28
ફેબ્રુઆરી 3,9,13,16,20,23,25,27 1,5,11,15,18,19,21,26
માર્ચ 5,12,14,19,20,24,30 1,2,4,9,13,17,22,28
એપ્રિલ 1,4,8,14,20,23,27,28 2,3,6,10,12,18,21,22

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
મે 5,10,17,24,25,31 2,4,7,12,15,21,23,29
જૂન 1,7,13,15,19,21,26,29 5,9,11,16,20,24,25
જુલાઈ 8,9,12,14,20,22,28,30 2,7,10,16,21,23,25,27
ઑગસ્ટ 1-5,9,11,15,20,24,30 6,8,12,17,19,23,26,27
સપ્ટેમ્બર 2,3,5,9,12,15,20,25,30 1,4,6,10,12,21,23,29
ઑક્ટોબર 3,5,8,10,17,19,26,28,31 1,4,9,12,16,23,27,29
    •  માનસિક સ્થિતિ

      આ વર્ષના પ્રારંભમાં આપણી ચિંતા દૂર થાય. જેના કારણે મન પ્રફુલ્લિત રહે. કોઈ પણ કાર્ય કરવામાં આપણે લાભ થવાથી આનંદમાં રહી શકો, વર્ષના માધ્ય ભાગ પછી બહાર જવાનું થઇ શકે, જેના કારણે આપણી મનોસ્થિતિ સારી રહે. આપણી માનસિક સ્થિતિ ગયા વર્ષના લીધે બેકાબૂ બની હોય, તો મન પર વીજત મેળવી શકો.

    • નાણાકીય સ્થિતિ

      આર્થિક બાબતે આ વર્ષ ખુબ શ્રેષ્ઠ રહી શકે તેમ છે. વર્ષ પસાર થાય તેમ આપણે લાભ થશે, વર્ષના પ્રારંભમાં પૈસાની થોડી ખેંચતાણ રહ્યા કરે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, 10-12-2020થી નાણાંની બચત પણ કરી શકો છો.ભાગ્યનો સહારો આપણે પ્રાપ્ત થશે લોન માટે આપ પ્રયત્ન કરતા હશો તો સફળતા મળી શકે છે.

    • ભાવ કુંડળી

      રાશિનો મંત્ર : ઓમ ધર્મ કુલદેવાય નમઃ
      અનુકૂળ દેવતા : ભગવાન શિવ
      અનુકૂળ વ્યવસાય : કલર અને રંગરોગાન સંબંધિત
      અનુકૂળ રત્ન : પોખરાજ
      અનુકૂળ ગ્રહ : ગુરુ
      શુભ રંગ : આછો પીળો
      શુભ અંક : 8
      શુભ વાર : ગુરુવાર
      શુભ દિશા : પૂર્વ
      મિત્ર રાશિ : કર્ક , તુલા
      શત્રુ રાશિ : કન્યા, વૃશ્ચિક
      ગુરુ-10-શનિ
      રાહુ-2
      કેતુ-8

    • લગ્નજીવન અને દાંપત્ય

      વર્ષના પ્રારંભથી જ આપના પરિવારમાં દાંપત્યજીવનમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ રહે. જે આખું વર્ષ આપના માટે રહેશે. જો આપની જન્મકુંડળીમાં રાહુની સ્થિતિ સારી નથી, તો આપની કીર્તિમાં ઘટાડો થઇ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી સામાન્ય ખટરાગ રહ્યા કરે. જો આપના દાંપત્યજીવનમાં પહેલાંથી ખટરાગ ચાલતો હોય, તો તેનું સુખદ નિરાકરણ લાવી શકો. એકંદરે લગ્ન સંબંધિત બાબતે આ વર્ષ મિશ્ર ફળદાયી બની શકે. લગ્ન વિલંબના પણ યોગ બને છે.

    • આરોગ્ય અને પ્રવાસ

      આ વર્ષ દરમ્યાન આપનું આરોગ્ય કુશળ રહે. રાહુનું ભ્રમણ આપને સાંધામાં દુખાવાની સમસ્યા તેમ જ કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણયો લેવામાં મુશ્કેલી કરાવી શકે છે. વર્ષ દરમ્યાન હાડકાં તેમ જ કમરની બીમારીઓથી સાવધાન રહેવું. કોઈ પણ દવાની આડઅસર થાય નહીં તેની કાળજી લેવી. આ વર્ષે યાત્રા-પ્રવાસના યોગ બને છે. જેના કારણે મે-જૂનમાં નાની યાત્રા કરી શકો છો. ધાર્મિક યાત્રા થવાથી આપનો ખોવાયેલો આત્મવિશ્વાસ પુનઃપ્રાપ્ત થઇ શકે.

    • સંતાન અને અભ્યાસ

      નવા વર્ષના પ્રારંભમાં સંતાન-પ્રાપ્તિનું સ્વપ્ન પરિપૂર્ણ થઇ શક. 20-09-2021 સુધીમાં આપને માતા અથવા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સંતાનોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. સંતાનોના અભ્યાસ અંગે પણ સામાન્ય રીતે ચિંતિત રહેવાય. સંતાનોની પ્રગતિથી આ વર્ષે ગર્વ લઈ શકો છો. આપના અભ્યાસ માટે આ વર્ષ વધુ ચિંતાવાળું બને. કારણ વગર દોડધામ કરવી પડે. હતાશ ના થવું. અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા મિત્રોને લાભ થાય.

    • નોકરી-ધંધો અને કૃષિ

      નોકરીની જવાબદારીમાં વધારો થતો જાય. આપનું કર્મસ્થાન વધારે પ્રબળ બને. આંતરરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતાં હો તો આ વર્ષમાં સોનેરી તકો પ્રાપ્ત થશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનારને ઉપરી અધિકારી સાથે અણબનાવ બને. વર્ષ દરમ્યાન શનિની અસરના કારણે મંદ ગતિએ ધંધો કરી શકો. મકાન-બાંધકામના ધંધામાં લાભ થાય.જે મિત્રો ખેતી કરે છે, તેમનેે આ વર્ષ સારું રહે. ખેતીની ઉપજ આ વર્ષે સારી રહે.

    • જમીન – મકાન – સંપત્તિ

      આ વર્ષે આપની જૂની સંપત્તિમાં ફેરફારના યોગ બની શકે છે. જૂની જગ્યાએ રીનોવેશનના કાર્યો પણ આપને લાભ કરાવી શકે. આ વર્ષ દરમ્યાન કેટલીક ખેતીલાયક જગ્યા લેવાના પણ યોગ બને છે. નવું મકાન લેવાનું અથવા બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થઇ શકે છે. માતા-પિતાના નામે લીધેલી સંપત્તિથી આપને લાભ થશે. એકંદરે એમ કહી શકાય કે સ્થાવર જંગમ મિલકતની દૃષ્ટિએ આ વર્ષ આપના માટે શુભ બનતું જણાય અને જેના કારણે આપને ખૂબ સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

    • શત્રુ-કોર્ટ-કચેરી

      વર્ષના પ્રારંભે આપને ચોથે, આઠમે કે બારમે રાહુ, ગુરુ કે શનિ નથી, જે આપના માટે રાહત કરાવી શકે તેમ છે. આપની રાશિનો અધિપતિ મંગળ વર્ષના પ્રારંભે બારમે હોવાથી થોડી ચિંતા ઉપજાવે, પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન આપના શત્રુઓ આપની સાથે વેરભાવ છોડી શકે તેમ જ કોર્ટ-કચેરીની ભાગદોડ ઓછી થઇ શકે. જૂના કોઈ કેસો હોય તો આ વર્ષે તેનું સુખદ નિરાકરણ આવે. ચોરી કરી અથવા કોઈને છેતરવાના પ્રયત્ન કર્યા તો આપ હેરાન થઇ શકો છો.

    • મહિલા વર્ગ

      આ વર્ષના પ્રારંભમાં એપ્રિલ માસ સુધી ગુરુ અને શનિ દસમા સ્થાને ભેગા રહેશે, જે અપના માટે સુખાકારી બની શકે તેમ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે આપ વ્યવસાયિક દૃષ્ટિકોણમાં પણ આગળ વધી શકો. આ વર્ષે આપના સ્વભાવમાં આકસ્મિક બદલાવ આવતો જણાય. કુટુંબમાં આપનાં કારણે થોડીક મુશ્કેલી સર્જાય. નાણાંકીય દૃષ્ટિએ આ વર્ષે સારી સ્થિતિ રહે. સંતાનોનું સ્વપ્ન આ વર્ષે પૂરું કરી શકો. જે બહેનો કેવળ ઘર સાચવે છે એમનાં માટે આ વર્ષ સારું રહે.

    • પ્રેમ સંબંધ

      આ વર્ષ દરમ્યાન આપના પ્રેમ સંબંધો ચરમસીમાએ જઈ શકે છે. આપનું પ્રેમપ્રકરણ ચાલતું હોય તો 14-01-2021 થી 21-04-2021 સુધીનો સમય સાચવવો પડે નહીંતર સમાજમાં બદનામી થઇ શકે છે. જો પ્રેમ સંબંધોને વાસ્તવિક સ્વરૂપ આપવાનું હોય તો જ આગળ વધવું. અન્યથા મુશ્કેલીનો સામનો કરવો પડશે. બની શકે કે જેને આપ વધુ ચાહો છો તેનો તો સહયોગ મળે, પરંતુ તેના કુટુંબનો સાથસહકાર ન મળવાથી આપ હતાશ થઇ શકો.

    • વિદેશ યોગ

      આ વર્ષ દરમ્યાન અભ્યાસ માટે આપ વિદેશ જઈ શકો છો. ઓગસ્ટ 2021 થી નવેમ્બર 2021 સુધીમાં વિઝા માટેની આંટીઘૂંટી હોય તેનું સુખદ નિરાકરણ આવી શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી જે મિત્રો વિદેશ ફરવા જવાનું વિચારતાં હોય તેઓને લાભ થઇ શકે છે. જે લોકો વિદેશમાં વ્યવસાય અથવા નોકરી કરે છે તે મિત્રોને પણ આ વર્ષે સારી સફળતાના યોગ બને છે. વિદેશમાં જે મિત્રો ગેરકાયદેસર રીતે રહે છે, તેઓને પણ આ વર્ષે કોઈ નવી દિશા મળી શકે છે.

    • નડતર નિવારણ

      મેષ રાશિના જાતકોએ પોતાની સમસ્યાના નિવારણ માટે, વેપારમાં પ્રગતિ કરવા માટે હળદર સાથે જોડાયેલો ઉપાય કરવો. આ વર્ષની પહેલી પૂનમના દિવસે હળદરની એક ગાંઠને લાલ કપડામાં બાંધી, તેને મંદિરમાં રાખી દો અને થોડી વાર પછી મંદિરમાંથી તે લઈને તમારા વેપારધંધાના સ્થળે એવી જગ્યાએ રાખો, જ્યાં કોઈની નજર ન પડે. દર પૂનમે એક નવી હળદરની ગાંઠ ઉમેરવી. 12 ગાંઠ થાય ત્યારે વહેતા પાણીમાં પ્રવાહિત કરી ફરીથી પ્રયોગ શરૂ કરવો.

    • ગુરુ ગ્રહનું વર્ષફળ

      વિક્રમ સંવત 2077નું આ વર્ષ દરમ્યાન ગુરુ ગ્રહનું ભ્રમણ આપની રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરશે. જેની અસરથી આપના અટકેેલા પ્રશ્નોનું સમાધાન થઇ શકે. ભાઈ-બહેનો સાથેનો સંબંધ સુધરે. ગુરુ લાભ સ્થાનમાં 6-4-2021થી પસાર થશે, જે આપના શ્રેષ્ઠ કાર્યોમાં વધારો કરાવે. આ વર્ષે ભાગીદારોથી તેમ જ પૈતૃક સંપત્તિથી પણ લાભ થાય. ગુરુ વર્ષના અંતમાં એટલે કે 20-11-2021 સુધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે, જે આપના માટે લાભદાયી બની શકે છે.

    • શનિ ગ્રહનું વર્ષફળ

      આ વર્ષ દરમિયાન શનિ ગ્રહ આપની રાશિથી દસમા કર્મ સ્થાનેથી પસાર થાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન શનિ પોતાની સ્વરાશિ મકરમાં જ રહેશે, જેના કારણે સામાજિક યશ-કીર્તિ આપને પ્રાપ્ત થશે. છેલ્લા કેટલાય સમયથી નોકરીના પ્રયત્નોમાં શનિ મહારાજ સફળતા અપાવે. લોખંડના તેમ જ ટેક્નિકલ બાબતો સાથે સંકળાયેલા વ્યવસાયમાં આપને લાભ થાય. વર્ષના મધ્ય ભાગ પછી નવા વાહનની ખરીદી થઇ શકે. શનિની કૃપા આ વર્ષે આપના પર બનેલી રહેશે.

    • રાહુ ગ્રહનું વર્ષફળ

      વિક્રમ સંવત 2077માં આપની રાશિથી બીજા ભાવે વૃષભ રાશિમાં રહેલ રાહુ તથા આઠમા ભાવે વૃશ્ચિક રાશિમાં રહેલ કેતુ આપના માટે અનેક પ્રકારના ફાયદા આપનારા બને. આપની આવકમાં પણ રાહુ મદદ કરી શકે તેમ છે. આપના જીવનમાં કેટલીક બાબતો પણ ઘટિત થઇ શકે. એકંદરે એમ કહી શકાય કે મળેલી સફળતાઓથી અંજાઈ ન જતાં. પોતાનાથી નાના માણસોની કદર કરવી. એક કરતાં વધારે વ્યવસાય હોવાથી આપને લાભ થાય.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:06 pm, Thu, 19 November 20

Next Article