જૂની સાડીઓને કબાટમાં મૂકી રાખવા કરતા, ઘરની સજાવટમાં કરો ઉપયોગ

|

Sep 29, 2020 | 6:20 PM

સાડીઓની શોખીન કઇ મહિલાઓ નથી હોતી ? અને જૂની સાડીઓની ફિકર બધાને થાય છે. તો આવામાં જેમને થોડો ઘણો સિલાઈનો શોખ છે અથવા જેમને કંઈક નવીન કરવાનો થોડો આઈડિયા છે તેમના માટે આ આર્ટિકલ ખાસ છે કે જૂની સાડીઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? શિફોનના પરદા : શિફોનની સાડીઓ પહેરવામાં જેટલી સુંદર લાગે છે […]

જૂની સાડીઓને કબાટમાં મૂકી રાખવા કરતા, ઘરની સજાવટમાં કરો ઉપયોગ

Follow us on

સાડીઓની શોખીન કઇ મહિલાઓ નથી હોતી ? અને જૂની સાડીઓની ફિકર બધાને થાય છે. તો આવામાં જેમને થોડો ઘણો સિલાઈનો શોખ છે અથવા જેમને કંઈક નવીન કરવાનો થોડો આઈડિયા છે તેમના માટે આ આર્ટિકલ ખાસ છે કે જૂની સાડીઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

શિફોનના પરદા :
શિફોનની સાડીઓ પહેરવામાં જેટલી સુંદર લાગે છે તેના પડદા પણ એટલા જ સુંદર લાગે છે. શિફોનની પ્લેન અથવા રંગીન સાડીને પરદાની વચ્ચે અથવા તેના અલગ જ પરદા બનાવીને લગાવી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રિન્ટેડ સાડીઓથી અલગ રૂપ :
જો તમે હંમેશા પ્લેન પરદા નાંખો છો તો આ વખતે કંઈક નવું અજમાવી જુઓ, પ્લેન પરદાની વચ્ચે પ્રિન્ટેડ સાડીઓના પરદા લગાવો. પરદાના રંગ સાથે મેચિંગ સાડી પસંદ કરો. અથવા આખો પરદો પ્રિન્ટેડ સાડીનો જ રાખો.

કુશન કવર :
જો લગ્નની સાડીઓ હવે પહેરવામાં નથી આવતી તો આવી હેવી સાડીઓનો કુશન કવર બનાવી શકો છો. અથવા કોઈ સાડીનું વર્ક સારું હોય તો તેને કાપીને કુશન કવર પર પણ લગાવી શકો છો.

ટેબલ રનર્સ :
પોતાની હેવી સાડીનો ઉપયોગ કરવા માંગો છો તો સાડીથી ડાઇનિંગ ટેબલ રનર્સ બનાવી શકો છો. જે ખૂબ સુંદર લાગે છે.

પાર્ટીશન બનાવો :
આ એક નવી રીત છે. રૂમ અને કિચન કે બે રૂમની વચ્ચે પાર્ટીશન કરવા માંગો છો તો તેના માટે ભારે સાડીનો ઉપયોગ કરી શકો છો. જૂની બનારસી સાડીનો ઉપયોગ કરો. તે દેખાવમાં સુંદર લાગશે અને સાડીનો ઉપયોગ કરો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article