કોરોના વેક્સિન માટે Made In Chinaની સિરિન્જના ઉપયોગનો ઘટસ્ફોટ, થશે તપાસ : નીતિન પટેલ

|

Dec 27, 2020 | 2:32 PM

કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે તેવી લોકોને આશા બંધાઈ છે. સ્વદેશી વેક્સિન સફળ રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે તેવામાં આ રસી આપવા માટે ગુજરાતમાં મેડ ઈન ચાઈનાની સિરિન્જનો ઉપયોગ થઈ રહ્યો છે . આ સિરિન્જના જથ્થામાંથી બોક્સ તેમજ સિરિન્જની ચકાસણી કરતા મામલો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહિ, ચાઈનાની કંપનીને […]

કોરોના વેક્સિન માટે Made In Chinaની સિરિન્જના ઉપયોગનો ઘટસ્ફોટ, થશે તપાસ : નીતિન પટેલ

Follow us on

કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે તેવી લોકોને આશા બંધાઈ છે. સ્વદેશી વેક્સિન સફળ રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે તેવામાં આ રસી આપવા માટે ગુજરાતમાં મેડ ઈન ચાઈનાની સિરિન્જનો ઉપયોગ થઈ રહ્યો છે . આ સિરિન્જના જથ્થામાંથી બોક્સ તેમજ સિરિન્જની ચકાસણી કરતા મામલો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહિ, ચાઈનાની કંપનીને ખાસ ઓર્ડર મળ્યો હોય તેમ સિરિન્જના લેબલ પર નોટ ફોર સેલ અને ગર્વમેન્ટ સપ્લાયનો લોગો લગાવીને જથ્થો મોકલવામાં આવ્યો છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તો આ ઘટસ્ફોટ બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, સરકારના ધ્યાનમાં આ વાત આવી છે. જેની તપાસ કરાવવામાં આવશે. નીતિન પટેલે કહ્યું કે, હું માનું છું કે રસીકરણ માટે ભારતીય બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે.

Next Article