ahmedabad railway station
અમદાવાદ સ્ટેશનની કાયાકલ્પ અને પુનઃવિકાસ વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે કરવામાં આવી રહ્યું છે. પુનઃવિકાસ કાર્યના ભાગ રૂપે અમદાવાદ સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના નિર્માણના સંદર્ભમાં 05 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 ( 70 દિવસ ) સુધી પાઇલિંગ કાર્ય (કન્સ્ટ્રક્શન કરવા) માટે બ્લોક લેવામાં આવશે. તે મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી/આવતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને કામચલાઉ ધોરણે અસારવા, મણિનગર અને વટવામાં ખસેડવામાં આવી રહ્યા છે.
પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણને સક્ષમ બનાવશે
ટર્મિનલમાં આ ફેરફાર કામગીરીમાં ફ્લેક્સિબિલિટી પ્રદાન કરશે. અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, મુસાફરોની સેવાઓ વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં માળખાકીય પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણને સક્ષમ બનાવશે.
અમદાવાદ-MGR ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસનું ટર્મિનલ અસારવા ખસેડવામાં આવ્યું છે. જ્યારે બે જોડી ટ્રેનોના ટર્મિનલને મણિનગર/વટવા ખસેડવામાં આવ્યા છે અને કેટલીક ટ્રેનોને અમદાવાદ (કાલુપુર) સ્ટેશનને બદલે સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ સુધારો કરવામાં આવશે.
પ્રભાવિત ટ્રેનોની વિગતો અને સુધારેલા સમય નીચે મુજબ છે:
અમદાવાદથી અસારવા ટ્રેન ખસેડવામાં આવી છે.
- ટ્રેન નં. 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ 5 જુલાઈ, 2025થી અમદાવાદથી અસારવા ખસેડવામાં આવશે અને ટ્રેન અસારવા સ્ટેશનથી 21.05 વાગ્યે ઉપડશે.
- તેવી જ રીતે ટ્રેન નં. 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે 18.20 વાગ્યે અસારવા સ્ટેશન પર પહોંચશે.
અમદાવાદથી મણિનગર/વટવા ખસેડવામાં આવેલી ટ્રેનો
- ટ્રેન નં. 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 7 જુલાઈ, 2025 થી મણિનગર ખસેડવામાં આવશે અને ટ્રેન મણિનગર સ્ટેશનથી 05.50 વાગ્યે ઉપડશે.
- તેવી જ રીતે, ટ્રેન નં. 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ ૫ જુલાઈ, ૨૦૨૫ થી ૦૧.૨૦ વાગ્યે વટવા સ્ટેશન પર પહોંચશે અને અમદાવાદ સ્ટેશન જશે નહીં.
- ટ્રેન નં. 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ 5 જુલાઈ, 2025થી મણિનગર ખસેડવામાં આવશે અને ટ્રેન મણિનગર સ્ટેશનથી 18.20 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5 જુલાઈ, 2025 થી 14.20 વાગ્યે વટવા સ્ટેશન પહોંચશે અને અમદાવાદ સ્ટેશન જશે નહીં.
અમદાવાદ સ્ટેશન પર નીચેની ટ્રેનો રોકાશે નહીં અને સાબરમતી સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે:
સમય બદલાયા બાદ સાબરમતી સ્ટેશન પર આ ટ્રેનો ઉભી રહેશે
- ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 05.20 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 05.30 કલાકે ઉપડશે.
- તેવી જ રીતે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 07.20 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 07.30 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરવલ્લી એક્સપ્રેસ 4 જુલાઈ 2025 થી 02.49 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 02.59 કલાકે ઉપડશે.
- તેવી જ રીતે ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલ્લી એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 04.47 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 04.57 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 3 વાગ્યે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 03.10 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર 22452 ચંદીગઢ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 6 જુલાઈ 2025 થી 0.01 વાગ્યે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 00.10 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ 6 જુલાઈ 2025 થી 7.10 વાગ્યે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 07.20 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસ 8 જુલાઈ 2025 થી 7.10 વાગ્યે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 07.20 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નંબર 22916 હિસાર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 8 જુલાઈ 2025 થી 07.10 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે અને 07.20 વાગ્યે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નં. 12998 બાડમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 10 જુલાઈ 2025 થી 07.10 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 07.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 22724 શ્રી ગંગાનગર-હુઝુર સાહેબ નાંદેડ એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 07.10 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 07.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 01.50 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 02.00 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 11 જુલાઈ 2025 થી 02.10 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 02.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 7 જુલાઈ 2025 થી 02.10 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 02.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 22966 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 02.10 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 02.20 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 20824 અજમેર-પુરી એક્સપ્રેસ 8 જુલાઈ 2025 થી 02.10 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 02.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસ 9 જુલાઈ 2025 થી 02.10 કલાકે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 02.20 કલાકે ઉપડશે.
- ટ્રેન નં. 20943 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી એક્સપ્રેસ 10 જુલાઈ 2025 થી 05.25 વાગ્યે સાબરમતી સ્ટેશન પર પહોંચશે અને 05.35 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નં. 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 5 જુલાઈ 2025 થી 06.48 વાગ્યે સાબરમતી (જેલ સાઇડ) સ્ટેશન પર પહોંચશે અને 06.48 વાગ્યે ઉપડશે.
ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..