AHMEDABADમાં યોજાયા અનોખા લગ્ન, 36 વર્ષનો વરરાજો અને 52 વર્ષની દુલ્હન

|

Jan 20, 2021 | 11:56 AM

કહેવામાં આવે છે કે, જોડી ઉપરથી બનીને આવે છે. જો કોઈ સાથે મનમેળ આવે તો ઉંમરને કોઈ બાધ નથી આવતી. આવો જ કંઈક કિસ્સો અમદાવાદમાં (AHMEDABAD) સામે આવ્યો છે.

AHMEDABADમાં યોજાયા અનોખા લગ્ન, 36 વર્ષનો વરરાજો અને 52 વર્ષની દુલ્હન
36 Year old Groom and 52 Year old Bride

Follow us on

કહેવામાં આવે છે કે, જોડી ઉપરથી બનીને આવે છે. જો કોઈ સાથે મનમેળ આવે તો ઉંમરને કોઈ બાધ નથી આવતો. આવો જ કંઈક કિસ્સો અમદાવાદમાં (AHMEDABAD) સામે આવ્યો છે. અનુબંધ ફાઉન્ડેશનના(ANUBANDH FOUNDATION) સહયોગથી 36 વર્ષના કુંવારા યુવકે 52 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા સાથેના લગ્ન કર્યા છે. આ કપલ વચ્ચે 16 વર્ષનો તફાવત છે. મહિલાના જણાવ્યા અનુસાર 12 વર્ષના લગ્ન પછી પતિ સાથે મનમેળ ના થતાં છૂટાછેડા લીધા હતા. 20 વર્ષ સુધી આ મહિલાએ વૃદ્ધ માતા-પિતાની સેવા કરાવી કરી હતી. આ બાદ 52 વર્ષીય મમતા ભટ્ટ (MAMATA BHATT) અને 36 વર્ષના ભાવિન રાવલ (BHAVIN RAVAL) સાથે મુલાકાત થઈ હતી. આ બાદ બંનેનો સ્વભાવ અને રહેણીકરણીનો મેળ આવી જતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

52 વર્ષીય મમતા ભટ્ટે  જણાવ્યું કે, મે 12 વર્ષ સુધી લગ્નજીવનમાં ફક્તને ફક્ત ત્રાસ જ સહન કર્યો છે, પરંતુ હવે મને લાગી રહ્યું છે કે, મને સાચો જીવનસાથી મળી ગયો છે. અમે લોકો સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે, ઉંમર અને લાગણીને કોઈ લેવા દેવા નથી.

મમતા ભટ્ટ સાથે લગ્ન કરનાર ભાવિન રાવલે કહ્યું હતું કે, આટલા વર્ષ બાદ મને સોનું મળ્યું હોય તેવો અનુભવ થયો છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય, પરંતુ અમારા વિચારો અને સ્વભાવ સરખા છે. મારી પત્નીના મનની સુંદરતા મારા માટે ઉંમરથી પણ વધુ મહત્વની છે. અમે બંનેએ 2 મહિના સુધી વાતચીત કર્યા બાદ જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો: 50 રૂપિયાથી કરી હતી કમાણીની શરૂઆત, કરોડોમાં કમાણી કરે છે TARAK MEHTA KA OOLTHA CHASMAH ના જેઠાલાલ

Next Article