અમદાવાદ એરપોર્ટના રન-વે પરથી વાંદરાને દૂર રાખવા રીંછના કોસ્ચ્યૂમમાં ઉભા રખાશે માણસો

|

Feb 05, 2020 | 2:58 PM

અમદાવાર એરપોર્ટના રન-વે પર વાંદરાના વધતા ત્રાસને ઓછો કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરાશે. નવા પ્રયોગના ભાગરૂપે એરપોર્ટના કર્મચારીને રીંછનો પહેરવેશ પહેરાવી રનવે પાસે ઉભો રાખાશે. આ પ્રયોગથી રન-વેથી વાંદરાઓને દૂર રાખવા કરાયો છે. એરપોર્ટ ઓથોરિટીનો આ નવો પ્રયોગ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચોઃ PM મોદીના સુરક્ષા ઘેરામાં […]

અમદાવાદ એરપોર્ટના રન-વે પરથી વાંદરાને દૂર રાખવા રીંછના કોસ્ચ્યૂમમાં ઉભા રખાશે માણસો

Follow us on

અમદાવાર એરપોર્ટના રન-વે પર વાંદરાના વધતા ત્રાસને ઓછો કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરાશે. નવા પ્રયોગના ભાગરૂપે એરપોર્ટના કર્મચારીને રીંછનો પહેરવેશ પહેરાવી રનવે પાસે ઉભો રાખાશે. આ પ્રયોગથી રન-વેથી વાંદરાઓને દૂર રાખવા કરાયો છે. એરપોર્ટ ઓથોરિટીનો આ નવો પ્રયોગ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ PM મોદીના સુરક્ષા ઘેરામાં ઘૂસવાની યુવાન દ્વારા કોશિશ, ઉત્તર પ્રદેશમાં સભા બાદની ઘટના

અમદાવાદ એરપોર્ટના રન-વે પર વાંદરાનો ત્રાસ દિવસેને દિવસે વઘી રહ્યો છે. ત્યારે આ ત્રાસને ઓછો કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા રિંછનું એક કોસ્ચ્યુમ વસાવવામાં આવ્યું છે. જે એરપોર્ટના કર્મચારીને પહેરાવીને રન-વે પર તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધી રન-વે પર વાંદરાઓને ભગાડવા માટે શોટગન તેમજ ગિલોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ તેનાથી યોગ્ય સફળતા ન મળતા એરપોર્ટ ઓથોરિટીએ આ નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પ્રાયોગીક ધોરણે આ તુક્કાથી સફળતા મળી રહી છે. પ્રાયોગિક ધોરણે 19 હજાર રૂપિયાના ખર્ચે રીંછનું કોસ્ચ્યુમ વસાવ્યું છે. આ કોસ્ચ્યુમને પહેરાવ્યા બાદ રન વે પર વાંદરાઓ કોસ્ચ્યુમ પહેરેલ વ્યક્તિને જોઈને ભાગતા નજરે પડ્યા. જેનાથી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ આવનારા દિવસોમાં આવા વધુ 5 કોસ્ચ્યુમ વસાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટના રન-વે પર અલગ અલગ જગ્યા પર આવા કોસ્ચ્યુમ પહેરીને એરપોર્ટ કર્મીઓને ઉભા રાખવામાં આવશે. જેનાથી રન-વે નજીક આવતા વાંદરાને દૂર રાખી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:13 pm, Wed, 5 February 20

Next Article