VIDEO: મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ

|

Nov 15, 2019 | 10:12 AM

મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું. સ્મૃતિ ઈરાનીના હાથમાં તલવાર અને રાસમાં કરવામાં મગ્ન બન્યા હતા. જી હા સ્મૃતિ ઇરાનીએ ભાવનગરમાં વિદ્યાર્થિનીઓ સાથે તલવાર રાસ કર્યો. ભાવનગરના સ્વામીનારાયણ ગુરુકુળના એક ધાર્મિક કાર્યક્રમમાં સ્મૃતિ ઇરાની ભાવનગર આવ્યા હતા. અહિં વિદ્યાર્થિનીઓએ તલવાર રાસ કર્યો, ત્યારે આ ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ પર જોડાયા રાસમાં […]

VIDEO: મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ

Follow us on

મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું. સ્મૃતિ ઈરાનીના હાથમાં તલવાર અને રાસમાં કરવામાં મગ્ન બન્યા હતા. જી હા સ્મૃતિ ઇરાનીએ ભાવનગરમાં વિદ્યાર્થિનીઓ સાથે તલવાર રાસ કર્યો. ભાવનગરના સ્વામીનારાયણ ગુરુકુળના એક ધાર્મિક કાર્યક્રમમાં સ્મૃતિ ઇરાની ભાવનગર આવ્યા હતા. અહિં વિદ્યાર્થિનીઓએ તલવાર રાસ કર્યો, ત્યારે આ ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ પર જોડાયા રાસમાં જોડાયા. બંન્ને હાથે તલવાર વિંઝતા સ્મૃતિ ઇરાની અલગ અંદાજમાં જોવા મળ્યા.

આ પણ વાંચોઃ શું છે AGR? જેના કારણે ટેલિકોમ કંપનીઓને થઈ કરોડોની નુકશાની! જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોતાના શબ્દોથી હરીફો પર વાર કરતા સ્મૃતિ ઇરાની તલવાર ઉગામતા પણ જોવા મળ્યા. જો કે આ તલવાર ઉગામવું માત્ર એક સાંસ્કૃતિક રાસ હતો. સ્મૃતિ ઈરાનીને તલવાર રાસ કરતા જોઈ લોકોને પણ મજા પડી હતી. ઉલ્લેખનીય છે કે, સાસ ભી કભી બહુથી સિરિયલથી ઘરે ઘરે જાણીતા બનેલા સ્મૃતિ ઇરાનીએ એક અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દી શરુ કરી હતી. ત્યારબાદ તેઓ રાજકારણમાં આવ્યા. અને આજે મોદી સરકારના પ્રધાન મંડળમાં કેન્દ્રીય મંત્રી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article