Ahmedabad જિલ્લાના ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને કર્યું આ સૂચન

|

Aug 28, 2021 | 11:45 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે અમદાવાદ જિલ્લાના વર્ષોથી ખેડૂતોને ડાંગરની ખેતી કરી રહ્યા છે જો કે હવે ખેતી ક્ષેત્રમાં ઘણા બધા સંશોધન થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોએ પ્રાકૃતિક અને બાગાયતી ખેતી તરફ વળવું જોઈએ

Ahmedabad જિલ્લાના ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને કર્યું આ સૂચન
HM Amit Shah made suggestion to officials to increase income of farmers in Ahmedabad district

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) ની અધ્યક્ષતામાં અમદાવાદ(Ahmedabad)શહેર અને જિલ્લા માટે ડિસ્ટ્રીક ડેવલોપમેન્ટ  કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં અમિત શાહ દ્વારા અમદાવાદ જિલ્લામાં વર્ષોથી ડાંગર પકવતા ખેડૂતો(Farmers)ની આવકમાં વધારો થાય તેમજ આર્થિક વૃદ્ધિ વધે તે માટે મહત્વનું સૂચન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વધુમાં કહ્યું કે અમદાવાદ જિલ્લાના વર્ષોથી ખેડૂતોને ડાંગરની ખેતી કરી રહ્યા છે જો કે હવે ખેતી ક્ષેત્રમાં ઘણા બધા સંશોધન થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ પણ હવે ડાંગરના પાકનું ઉત્પાદન ઘટે અને તેના બદલામાં ખેડૂતોએ  પ્રાકૃતિક અને બાગાયતી ખેતી તરફ વળવું જોઈએ અને ખેડૂતો તેમના ખેતરમાં બાગાયતી પાક કરે તે માટે અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.

કેન્દ્રીય ગૃહપ્રધાન મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ડિસ્ટ્રીક ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહે જિલ્લા કલેકટર સંદીપ સાગલે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સાચા લાભાર્થીઓને જ મળે તેની કાળજી લેવા પર ભાર મુક્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમજ જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુધી વધુમાં વધુ યોજનાની માહિતી અને લાભ પહોંચે તે રીતે કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું.

અમિત શાહ  દ્વારા  કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના પર સૌથી વધારે ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે. કારણ કે અમિત શાહ ઇચ્છી રહ્યા છે કે કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના માટે અમદાવાદ જિલ્લો દેશના અન્ય જિલ્લા માટે મોડલ રહે અને આ યોજનાની શરૂઆત પણ અમદાવાદ થી જ થાય. તેમજ આઆ દિશામાં જિલ્લા વહીવટી વિભાગના અધિકારીઓને કામગીરી કરવા આદેશ આપ્યા હતા.

મહત્વનું છે કે ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરના સાંસદ છે અને અમદાવાદ જિલ્લાના કેટલાક તાલુકામાં તેમનો મતવિસ્તાર પણ આવે છે જેને કારણે અમિત શાહે તેમના મતવિસ્તારના ખેડૂતોની સાથે અમદાવાદ જિલ્લાના તમામ ખેડૂતોને લાભ થાય તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને ટકોર કરી હતી.

આ પણ વાંચો : Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ

આ પણ વાંચો :  ગર્વની વાત: ભારતનું સૌથી વધુ વંચાયેલુ ધાર્મિક પુસ્તક છે ‘રામાયણ’ જાણો બીજા નંબર પર શું છે?

Published On - 11:39 pm, Sat, 28 August 21

Next Article