કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાત્રે ગુજરાત આવશે, આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

|

Jan 10, 2020 | 4:55 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના વતન ગુજરાત આવી રહ્યા છે. 11 જાન્યુઆરીએ કેટલાક લોકાર્પણ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ગુજરાતમાં સરકાર સામે એક બાદ એક ખુલી રહેલા મોરચા તેમજ સમસ્યાઓની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. ગૃહપ્રધાનના કાર્યક્રમો પર નજર કરીએ તો તેઓ આજે રાત્રે 9.30 કલાકે અમદાવાદ […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાત્રે ગુજરાત આવશે, આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના વતન ગુજરાત આવી રહ્યા છે. 11 જાન્યુઆરીએ કેટલાક લોકાર્પણ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ગુજરાતમાં સરકાર સામે એક બાદ એક ખુલી રહેલા મોરચા તેમજ સમસ્યાઓની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.

ગૃહપ્રધાનના કાર્યક્રમો પર નજર કરીએ તો તેઓ આજે રાત્રે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. 11 જાન્યુઆરીએ સાયબર ક્રાઈમની ગુન્હાખોરી રોકવાની એપ્સના લોકોર્પણમાં તેઓ હાજરી આપશે. બપોરે 12 કલાકે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા 11 રેલવે સ્ટેશનની સુવિધાની સમીક્ષા ગૃહપ્રધાન કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત રેલવેના ધ્વજનું લોકાર્પણ કરશે. 1 કલાકે મુખ્યપ્રધાને બનાવેલા સીએમ ડેસ્કબોર્ડની મુલાકાત લેશે અને સાથે જ રાજ્યના વિવિધ વિભાગોનું મોનિટરીગ કરતા ડેસ્કબોર્ડની મુલાકાત લેશે. 3 કલાકે જીટીયુના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને સાંજે 6.00 કલાકે ઘાટલોડિયામાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 12 જાન્યુઆરીના રોજ દિલ્હી જવા માટે રવાના થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ ભાજપના સંગઠનનો કોયડો પણ ઉકેલશે. જો કે મહત્વની વાત તો એ છે કે, ગુજરાત ભાજપ, શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ નક્કી કરી શકી નથી. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ તેમના બપોરના સમય દરમિયાન મુખ્યપ્રધાન નિવાસસ્થાન પર પ્રદેશના નેતાઓ સાથે આ કામગીરી બાબતે મનોમંથન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ, આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

Next Article