Ahmedabad ની ટિવન્સ બહેનોએ ધોરણ 10માં એ ગ્રેડ મેળવ્યો, ડોકટર બનવાનો વ્યક્ત કર્યો નિર્ધાર

|

Jun 30, 2021 | 8:29 PM

ધોરણ-10 બોર્ડના માસ પ્રમોશનમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવનાર ટ્વિન્સ બહેનો એમ પણ કહે છે કે આવી મહામારી ક્યારેય આવવી જોઈએ નહીં. પહેલેથી ડોકટર બનવાની ઈચ્છા હતી પણ કોરોનામાં એમણે પોતાનું મન મક્કમ બનાવી લીધું.

Ahmedabad ની ટિવન્સ બહેનોએ ધોરણ 10માં એ ગ્રેડ મેળવ્યો, ડોકટર બનવાનો વ્યક્ત કર્યો નિર્ધાર
Ahmedabad ની ટિવન્સ બહેનોએ ધોરણ 10માં એ ગ્રેડ મેળવ્યો

Follow us on

Ahmedabad શહેરમાં રહેતી ક્રિના અને ક્રિષ્ના બંને બહેનોએ ધોરણ-10 બોર્ડના માસ પ્રમોશનમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવ્યો છે.. બંને બહેનો ડોક્ટર(Doctor)  બનવા માંગે છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન જે પ્રકારે ડૉ. લોકોની સેવા કરતા જોવા મળ્યા છે એ જ પ્રકારે બંને બહેનો ડોક્ટર બનીને લોકોની સેવા કરવા માંગે છે.

કોરોનામાં એમણે પોતાનું મન મક્કમ બનાવી લીધું

Ahmedabad માં રહેતી  ધોરણ-10 બોર્ડના માસ પ્રમોશનમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવનાર ટ્વિન્સ બહેનો એમ પણ કહે છે કે આવી મહામારી ક્યારેય આવવી જોઈએ નહીં. પહેલેથી ડોકટર(Doctor) બનવાની ઈચ્છા હતી પણ કોરોનામાં એમણે પોતાનું મન મક્કમ બનાવી લીધું. ક્રિના અને ક્રિષ્ના બંનેનું કહેવું છે કે જો પરીક્ષા લેવામાં આવી હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત પરંતુ હમણાં જ પરિણામ આવ્યું છે તેનાથી તેઓ ખુશ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પરીક્ષા લેવાઈ હોત બંનેનું પરિણામ હજી સારું આવ્યું હોત

આ બંને બહેનોના માતા રૂપાબેન જાની નું કેવું છે કે આ બંનેનો નિર્ણય છે કે તેઓ ડોક્ટર બને. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોરોનાના આ સમયગાળામાં બાળકોની મનોસ્થિતિ કેવી રહી ત્યારે તેમનો જવાબ હતો કે બંને અભ્યાસ કરવામાં ખૂબ હોશિયાર છે પરંતુ હા થોડા આળસુ થઈ ગયા હતા પરંતુ જો પરીક્ષા લેવાઈ હોત બંનેનું પરિણામ હજી સારું આવ્યું હોત.

ઉલ્લેખનીય છે કે,  ધોરણ 10 બોર્ડ માં આઠ લાખ 57 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે, જોકે અગાઉ થયેલા વિવાદને જોતા માર્કશીટમાં ક્યાંય પણ માસ પ્રમોશન નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.. “qualified for secondary school certificate” લખવામાં આવ્યું છે.. જુલાઈના બીજા અઠવાડિયા સુધીમાં શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ધોરણ-10 બોર્ડની માર્કેટની હાર્ડ કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

Published On - 8:24 pm, Wed, 30 June 21

Next Article