અમદાવાદમાં બીજી વાર મેટ્રો રેલનું કરવામાં આવ્યું ટેસ્ટ રન, જાણો કેટલાં દિવસમાં તમે પણ બેસી શકશો મેટ્રો ટ્રેનમાં

અમદાવાદમાં બીજી વાર મેટ્રો રેલનું કરવામાં આવ્યું ટેસ્ટ રન, જાણો કેટલાં દિવસમાં તમે પણ બેસી શકશો મેટ્રો ટ્રેનમાં

જે મેટ્રો રેલની લોકો રાહ જોઈ રહ્યા છે, તે મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી પુરજોશમા ચાલી રહી છે, ત્યારે આ જ કામગીરીના ભાગ રૂપે આજે મેટ્રો રેલનુ રૂટ પર બીજી વાર ટેસ્ટ રન કરવામા આવ્યુ, એટલુ જ નહી પણ અધિકારી દ્રારા એક મહિનામા ટ્રેન પહેલા ફેસમા શરૂ કર શકાય તે પ્રકારે કામગીરીની તૈયારીઓ પણ બતાવી… વડા […]

Darshal Raval

| Edited By: Parth_Solanki

Feb 07, 2019 | 5:26 PM

જે મેટ્રો રેલની લોકો રાહ જોઈ રહ્યા છે, તે મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી પુરજોશમા ચાલી રહી છે, ત્યારે આ જ કામગીરીના ભાગ રૂપે આજે મેટ્રો રેલનુ રૂટ પર બીજી વાર ટેસ્ટ રન કરવામા આવ્યુ, એટલુ જ નહી પણ અધિકારી દ્રારા એક મહિનામા ટ્રેન પહેલા ફેસમા શરૂ કર શકાય તે પ્રકારે કામગીરીની તૈયારીઓ પણ બતાવી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મોટા પ્રોજેક્ટ અને શહેરીજનો જે મેટ્રો રેલની રાહ જોઈ રહ્યા છે, તે મેટ્ર ટ્રેન હવે રૂટ પર દેખાય તો નવાઈ નહી, કેમ કે મેટ્રો રેલના રૂટ અને સ્ટેશનની કામગીરી સાથે હવે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્રારા અમદાવાદમાં આવેલી મેટ્રો રેલની ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે, શહેરના મેટ્રો રેલના પહેલા ફેસ એવા વસ્ત્રાલ પાર્કથી એપરલ પાર્ક રૂટ પર એપરલ પાર્કથી અમરાઈવાડી સુધી મેટ્રો ટ્રેનનુ ટેસ્ટ રન કરવામાં આવ્યુ,

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત રોજ એપરલ પાર્કથી અમરાઈવાડી રૂટ પર મેટ્રો ટ્રેનની ટેસ્ટ રન કરવામાં આવ્યુ હતુ, જે ટેસ્ટ રન સફળ રહેતા આજે ફરી એક વાર ટેસ્ટ રન કરવામાં આવ્યો.

જે રીતે મેટ્રો રેલને લઈને કામગીરી ચાલી રહી છે, તે રીતે એક મહિનામા કામગીરી પુર્ણ કરી મેટ્રો ટ્રેન રૂટ પર દોડાવાની તૈયારી અધિકારી દ્રારા બતાવાઈ છે,

મેટ્રો રેલના અધિકારી જણાવ્યુ છે કે હાલમા ટેસ્ટીગની પ્રક્રિય ચાલુ છે, જે પ્રક્રિયા સાથે મંજુરીની પ્રક્રિયા કરવામા આવશે અને તે મંજુરી મળી જશે તો એક મહિના બાદ જ મેટ્રો ટ્રેનને વસ્ત્રાલ એપેરલ પાર્ક ફેસ 1 રૂટના 6 કિમીના પટ્ટા પર દોડાવાશે….

હાલ તો ટેસ્ટ રનની વાત હોય કે અન્ય પ્રક્રિયાની વાત હોય, મેટ્રો રેલ અધિકારી અને કર્મી દ્રારા તમામ કામગીરી કરાઈ રહી છે, ત્યારે હવે જોવાનુ એ રહે છે કે મેટ્રો રેલની કામગીરી કયારે પુર્ણ થાય છે અને શહેરીજનોને મુસાફરી માટે કયારે મેટ્રો ટ્રેન મળી રહે છે….

મેટ્રો ટ્રેનનુ ટેસ્ટીંગ ચાલી રહ્યુ છે, તેમજ લોકો મેટ્રો ટ્રેનથી અવગત થાય માટે રિવરફન્ટ ખાતે મોકપ કોચ પણ રાખવામા આવ્યો છે, ત્યારે ટેસ્ટીંગ કરાયેલી મેટ્રો ટ્રેનમા ટીવી નાઈનની ટીમે મુલાકાત લીધી અને તેમા કયા પ્રકારની સુવિધા છે તે જાણવાનો પ્રયાસ કર્યો…

મેટ્રો ટ્રેનમા જેટલી સુવિધા છે તેના કરતા એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન ખાતે પણ તેટલી અને તેના કરતા પણ વધુ સુવિધા રાખવામાં આવી છે, જો એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની વાત કરવામાં આવે તો તેમા, બે લિફ્ટ નીચે થી સીધી પ્લેટફોર્મ સુધી જે વિકલાંગોને ધ્યાને રાખીને રખાઈ છે. અને બે લિફ્ટ પહેલા માળથી પ્લેટફોર્મ સુધી રખાઈ છે, તેમજ સ્ટેશન પર ચાર જેટલી સીડી એન્ટ્રી અને એક્ઝીટ માટે અને બે એક્સલટેટ સીડી પણ રાખવામાં આવી છે, તો મેટ્રો સ્ટેશન પર 45થી વધુ સીસીટીવી સહિત સુરક્ષા વ્યવસ્થા પર પણ ધ્યાન અપાયુ છે, અને તે જ રીતે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પર પણ સુવિધા ઉભી કરાઈ છે…

આમ, મેટ્રો ટ્રેન હોય કે સ્ટેશન હોય, બનેમા મુસાફરોને સરળતા રહે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરાઈ છે, એટલુ જ નહી પણ મેટ્રો ટ્રેનમા જતી વખતે કોઈ અકસ્માત ન સર્જાય માટે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર પણ રખાશે, જેથી પહેલા પ્લેટફોર્મ સ્ક્રીન ડોરનો ગેટ ખુલશે અને બાદમા મેટ્રો ટ્રેનનો, જેથી કરી વ્યવસ્થા પણ જળવાઈ રહેશે અને વગર અકસ્માતે મુસાફરો મુસાફરી પણ કરી શકશે…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati