Gujarati NewsGujaratRailway newsTrains coming from Mumbai to Ahmedabad will only reach Maninagar or Vatva know which trains will not arrive at Ahmedabad station from January 23
Railway news : 23 જાન્યુઆરીથી મુંબઈથી અમદાવાદ સ્ટેશને નહીં આવે આ ટ્રેન, જાણો કઈ કઈ ટ્રેન મણીનગર-વટવાથી આવશે-જશે
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિ ડેવલપમેન્ટના કામકાજને કારણે, મુંબઈથી અમદાવાદ આવતી કેટલીક ટ્રેન આગામી 23મી જાન્યુઆરીથી અમદાવાદ રેલવે સ્ટેશને આવવાને બદલે, મણીનગર કે વટવા રેલવે સ્ટેશન સુધી જ આવશે અને ત્યાંથી જ ઉપડશે. મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ સ્થળોએ જવા માટે AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવશે.
Follow us on
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિ ડેવલપમેન્ટના કામકાજને કારણે, મુંબઈથી અમદાવાદ આવતી કેટલીક ટ્રેન આગામી 23મી જાન્યુઆરીથી અમદાવાદ રેલવે સ્ટેશને આવવાને બદલે, મણીનગર કે વટવા રેલવે સ્ટેશન સુધી જ આવશે અને ત્યાંથી જ ઉપડશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યના સંદર્ભમાં RLDA દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 23 જાન્યુઆરી 2025થી આગળની સૂચના સુધી અમદાવાદથી આગમન કે પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેન સેવાઓ અમદાવાદ રેલવે સ્ટેશનના બદલે વટવા કે મણિનગર સ્ટેશનથી ચાલશે. ટ્રેનના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ સ્થળોએ જવા માટે AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રભાવિત થવા વળી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
અમદાવાદને બદલે મણિનગર કે વટવા સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થવા વાળી ટ્રેનો
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.50 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19417 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (02.45 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.35) વાગ્યે શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69101 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (09:35 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (22.55 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલ કે મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલા મુસાફરોને પશ્ચિમ રેલવે દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી કરતી વખતે ટ્રેનના આવવા અને જવા માટેના ફેરફારોને ખાસ ધ્યાનમાં રાખવા. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ઉપર જઈને તપાસ કરી શકે છે.