Cronona નો કરુણ અંજામ : પુત્રને જન્મ આપ્યા બાદ ૧૦ દિવસથી માતા સંતાનને છાતીસરસો ચાંપવા વલખા મારતી મૃત્યુ પામી

|

Apr 23, 2021 | 7:18 PM

ભરૂચમાં કોવિડ સ્મશાનમાં આજે કલ્પાંતના દ્રશ્યોએ તમામની આંખો ભીંજવી નાખી હતી. ૨૨ વર્ષીય કોરોના(Corona) પોઝિટિવ યુવતી પુત્રના એ જન્મ આપ્યા બાદ ૧૦ દિવસમાં મૃત્યુ પામી હતી.

Cronona નો કરુણ અંજામ : પુત્રને જન્મ આપ્યા બાદ ૧૦ દિવસથી માતા સંતાનને છાતીસરસો ચાંપવા વલખા મારતી મૃત્યુ પામી
ભદ્રિષા શાહ અને તેનો પુત્ર

Follow us on

ભરૂચમાં કોવિડ સ્મશાનમાં આજે કલ્પાંતના દ્રશ્યોએ તમામની આંખો ભીંજવી નાખી હતી. 27 વર્ષીય કોરોના(Corona) પોઝિટિવ યુવતી પુત્રના એ જન્મ આપ્યા બાદ ૧૦ દિવસમાં મૃત્યુ પામી હતી. દુર્ભાગ્યે બાળકને જન્મ બાદ માતાનો સ્પર્શ પણ નશીબ થયો ન હતો.

કહેવાય છે  કે  નવજાત બાળક માટે માતાની હૂંફ સૌથી વધુ મહત્વની હોય છે પરંતુ ભરૂચના શાહ પરિવારમાં જન્મેલું એક બાળક ૧૦ દિવસથી માતાની હૂંફ મેળવવા વલખા મારી રહ્યું હતું જેની અંતિમ આશાઓ પણ આજે ઠગારી નીવડી હતી જયારે કોરોના પોઝિટિવ માટે અંતિમ શ્વાસ લીધા હતા. માતા પણ બાળક માટે સતત વલખા મારતી હતી જે બાળક માટે તે 9 મહિનાથી ઇંતેજાર કરી રહી હતી તે બાળકને ગળે લગાડવા તે ખુબ આતુર હતી પણ તે કદાચ તેના નશીબમાં ન હતું .

27 વર્ષીય ભદ્રિષા શાહ ગર્ભવતી હતી અને કોરોનથી સંક્રમિત થઇ હતી. મહિલાએ સંક્રમિત હોવા છતાં પુત્રને જન્મ આપ્યો હતો જેની તબિયતમાં બાદમાં સુધારો પણ આવ્યો હતો પરંતુ માતા અને પુત્રને એકબીજાથી અલગ રાખવામાં આવ્યા હતા. ૧૦ દિવસથી માતા – પુત્ર મિલન માટે વલખા મારી રહ્યા હતા. જલ્દી સ્વસ્થ થઇ પરિવારમાં નવા મહેમાનના આગમને વધાવવાના સ્વપ્નો જોવાઈ રહ્યા હતા તે દરમ્યાન ગઈકાલે રાતે અચાનક ભદ્રિષા ની તબિયત લથડી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તબીબોના તમામ પ્રયાસ છતાં ભદ્રિષાને બચાવી શક્યા  ન હતા. ભદ્રિષાના પતિ નિખિલ  શાહ એક સામાજિક કાર્યકર છે અને કોવિડ  સ્મશાનમાં પરિવારના કલ્પાંતના દ્રશ્યોએ તમામને આખો ભીંજવી નાખી હતી. કોરોનના કહેરે એક પરિવારને વિખેરી નાખ્યું હતું. બાળક જે માતાના કોખે જન્મ લીધો તેનો હવે છાતી સરસો ક્યારેય ચાંપી શકશે નહિ

Published On - 7:11 pm, Fri, 23 April 21

Next Article