
અમદાવાદના સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયનના હત્યા કાંડને લઈ આજે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં જોડાયા હતા. વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે શહેરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં રિલીફ રોડ, કાલુપુર, રાયપુર ન્યૂ ક્લોથ માર્કેટ, કાપડ બજાર અને સરદાર નગર સહિત અનેક વિસ્તારોના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.
વિદ્યાર્થિની હત્યાના કારણે વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે મૃતકના પિતાએ કડક સજાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે, “હું નયનને સૈનિક બનવવા માગતો હતો, નયન નેવીમાં જવા માગતો હતો. આરોપીએ પોતે કબૂલે છે કે તેણે જ છરી મારી છે, પછી શેની તપાસની જરૂર છે? કાયદો બદલવો જોઈએ અને હત્યારા સગીરને ફાંસીની સજા થવી જોઈએ. હિન્દુ હોય કે મુસ્લિમ, કાયદો બધાને માટે સમાન હોવો જોઈએ.”
Traders observe ‘band’ demanding justice in Seventh Day School case#SeventhDaySchool #AhmedabadSchool #AhmedabadHorror #AhmedabadSchoolHorror #Gujarat #TV9Gujarati pic.twitter.com/D0FMyyuDTu
— Tv9 Gujarati (@tv9gujarati) August 23, 2025
શ્રદ્ધાંજલિ સભામાં શાળા વિરુદ્ધ કડક પગલાં લેવાની પણ માગ ઉઠી હતી. ધારાસભ્ય અમૂલ ભટ્ટે ખાતરી આપી કે શાળા સામે બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સમગ્ર પાર્ટી પરિવાર સાથે છે અને ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
બીજી તરફ ધારાસભ્ય પાયલ કુકરાનીએ કહ્યું કે, “આ કૃત્ય માફીને લાયક નથી. સ્કૂલ તંત્રની બેદરકારી માફ કરવામાં નહીં આવે. કોઈ સ્કૂલમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં લેવાશે. તેમજ હત્યારાને પુખ્ત વયના ગુનેગાર સમાન સજા મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.”
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો