તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ મુકી દોટ, જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે પ્રવાસીઓ

|

Jan 18, 2021 | 1:24 PM

એશીયાટિક સિંહોનું ઘર એટલે સાસણગીરનું જંગલ. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ દોટ મુકી છે અને જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે. સાસણગીરની જો વાત કરવામાં આવે તો હાલ અહીં તમામ હોટલો અને ફાર્મ હાઉસ પ્રવાસીઓથી ફૂલ થઇ ગયા છે. સાથે જ મોટાભાગની ઓનલાઇન પરમીટ પણ ફૂલ થઇ ગઇ છે. દેશ વિદેશમાંથી આવતા […]

તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ મુકી દોટ, જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે પ્રવાસીઓ

Follow us on

એશીયાટિક સિંહોનું ઘર એટલે સાસણગીરનું જંગલ. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ દોટ મુકી છે અને જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે. સાસણગીરની જો વાત કરવામાં આવે તો હાલ અહીં તમામ હોટલો અને ફાર્મ હાઉસ પ્રવાસીઓથી ફૂલ થઇ ગયા છે. સાથે જ મોટાભાગની ઓનલાઇન પરમીટ પણ ફૂલ થઇ ગઇ છે. દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અહીં આવીને એક અલગ જ દૂનિયાનો અહેસાસ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે કોરાનાકાળમાં લૉકડાઉનને પગલે ઘરમાં જ ભરાઇ રહેલા નાગરિકો હવે મુક્ત માહોલનો લાહવો માણી રહ્યા છે અને ઘરની બહાર નીકળી રહ્યા છે. જે પ્રવાસીઓ સાસણગીરની મુલાકાતે આવ્યા છે તેઓ સફારી પાર્કનો નજારો જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા છે અને આ પ્રવાસને જીવનભરનું યાદગાર સંભારણું ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: મગફળીમાં ટેકાના ભાવની યોજના માત્ર લોલીપોપ, ખૂલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે ખેડૂતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:17 pm, Sun, 15 November 20

Next Article