Amit Shah Gujarat Visit : ગૃહપ્રધાન અમિત શાહ ગોધરામાં પંચામૃત ડેરીનુ કરશે લોકાર્પણ, જાણો આજના કાર્યક્રમ વિશે

|

May 29, 2022 | 8:40 AM

આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગોધરા (Godhra) ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરશે.

Amit Shah Gujarat Visit : ગૃહપ્રધાન અમિત શાહ ગોધરામાં પંચામૃત ડેરીનુ કરશે લોકાર્પણ, જાણો આજના કાર્યક્રમ વિશે
Amit Shah Gujarat Visit

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ત્રણ દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે છે. ત્યારે આજે અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે તેઓ અમદાવાદથી (Ahmedabad) ગોધરા જશે. જ્યાં પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. બેન્કના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગોધરા (Godhra) ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરશે. તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પંચામૃત ડેરીના પ્લાન્ટના પંચામૃત ડેરી દ્વારા આયોજિત લોકાર્પણ અને ઈ શિલાન્યાસ કાર્યક્રમ માટે ગોધરા ખાતે બનાવેલા વિશાળ ડોમમાં 1 લાખથી વધુ લોકોની હાજરી જોવા મળશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે

ઉપરાંત બપોરે 12 કલાકે નડિયાદમાં જનસભાને સંબોધશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની(CM Bhupendra Patel)  ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંબંધિત જીલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ/પદાધિકારીઓ પણ હાજર રહેશે.

અમદાવાદમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત

બાદમાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 300 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે ટેબલ ટેનિસ, કબડ્ડી, યોગ, વોલીબોલ, બેડમિન્ટન, ટેક્વાન્ડો સહિતના અલગ અલગ પ્રકારના રમત રમી શકાય તેવા મેદાન તૈયાર કરાશે. આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે.

IPL ની ફાઈનલ મેચ પણ નિહાળશે ગૃહ પ્રધાન

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી આઇપીએલની ફાઈનલ મેચ પણ નિહાળશે.

Published On - 8:18 am, Sun, 29 May 22

Next Article