Rajkot: કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્રની તૈયારીઓ, તૈયાર છે સ્થળાંતર કરી શકાય એવી જોરદાર હોસ્પિટલ

Rajkot: કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્રની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં સ્થળાંતર કરી શકાય એવી જોરદાર હોસ્પિટલ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 12:23 PM

કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે તંત્ર સજ્જ બન્યું છે. અને સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર બાદ કોરોના વકરે તેવી પુરેપુરી આશંકા છે. તો તે પહેલા તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં પણ આવી જ તૈયારીઓ જોવા મળી રહી છે. આ મેદાનમાં એક મોટી હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલની ખાસિયત એ છે કે તેનું સ્થળાંતર આસાનીથી કરી શકાશે.

જી હા રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્થળાંતર કરી શકાય તેવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ઈન્ડો-અમેરિકન સંસ્થા દ્વારા ૩.૫ કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. આ સ્થળાંતર કરી શકાય તેવી હોસ્પિટલમાં 60 બેડની સુવિધા ઉપલબ્ધ છે. ખાસ ટેકનોલોજીની મદદથી આ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. જેમાં એક ડોમમાં 20 કોરોના દર્દીઓ સારવાર લઇ શકશે. તેવી વ્યવાસ્થાઓ કરવામાં આવી છે. જેમાં 3 અલગ અલગ ડોમ છે. આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોનાના દર્દી રહેશે. પરંતુ જો કોનોના ના વધે તો સામાન્ય દર્દીઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો

આ પણ વાંચો: BJP National Executive Meeting: ભાજપની નજર 2022ની વિધાનસભા ચૂંટણી પર, PMની હાજરીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">