Gujarat Pakistan: પાકિસ્તાન કેદીને મોતનાં ત્રણ માસ બાદ નસીબ થઈ વતનની જમીન, જાણો શું હતી ઘટના

|

Jul 15, 2021 | 5:29 PM

ભુજની જેલમાં સજા ભોગવી રહેલા કેદીનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ જેને ત્રણ માસ બાદ વતનની જમીન મળી.

Gujarat Pakistan: પાકિસ્તાન કેદીને મોતનાં ત્રણ માસ બાદ નસીબ થઈ વતનની જમીન, જાણો શું હતી ઘટના
Gujarat Pakistan: Three months after the death of a Pakistani prisoner, his homeland was destined

Follow us on

Gujarat Pakistan: ગુજરાતની(gujarat) સરહદ સીમા પાકિસ્તાન(pakistan) દેશ સાથે જોડાયેલી છે તેથી કયારેક જમીન માર્ગે તો કયારેક દરીયાઈ માર્ગે પાકિસ્તાનથી લોકો ગુજરાતમાં જાણે-અજાણે ધુસણખોરી કરતા હોય છે. જેને સુરક્ષા એજન્સીઓ દ્રારા પકડવામાં આવતા તેને જેતે વિસ્તારની જેલ(jail)માં ધકેલવામાં આવતા હોય છે. ભુજ(Bhuj)ની જેલમાં સજા ભોગવી રહેલા કેદીનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ જેને ત્રણ માસ બાદ વતનની જમીન મળી.

ભુજની જેલમાં સજા ભોગવી રહેલા મુળ પાકિસ્તાનના તગજી ઉર્ફે મનવર રાવતાભાઈ હોથીમલનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ. પાકિસ્તાનના નગરપારકર, જીલ્લો-થરપારકર, સિંધપ્રાંત (પાકિસ્તાન) રહેવાસી તગજી હોથીમલનુ 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થયુ હતુ. જેના મૃતદેહને 16મી એપ્રિલે પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. બાદ મૃતકની લાશને ત્રણ માસ સુધી કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બંન્ને દેશની એસેમ્બલીની મંજુરી પ્રક્રિયા પુર્ણ થતા તેના મૃતદેહને પંજાબના વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોપવામાં આવ્યો છે. જેને 14 જુલાઈ 2021ના જામનગરની હોસ્પીટલમાંથી મૃતદેહનો કબજો મેળવીને પાકિસ્તાન સરકારને સોપવામાં આવ્યો, જેને મંજુરી મળતા પાકિસ્તાન તેના વતનની જમીન મળી હતી.

પરંતુ આવા એક અન્ય મૃત્યુ પામેલા પાકિસ્તાની કેદી ઈમરાન કામરાન જેના મૃત્યુદેહને છ માસથી જામનગરની જીજી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં છે. 14 જાન્યુઆરી માટે જામનગરમાં પોસ્ટમાર્ટમ માટે તેના મૃતદેહને લાવવામાં આવ્યો હતો. જે મૃતદેહને છ માસથી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.

ગત સપ્તાહમાં બે પાકિસ્તાનની કેદીની અંતિમવિધિ જામનગરમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના સૈયદ રહીમ 32 વર્ષીય યુવાનનુ મૃત્યુ થતા તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે 2 ડીસેમ્બર 2020માં જામનગર જીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરીના રોજ આરબ મીશદી ઝધ નામના 50 વર્ષીય વૃધ્ધ પાકિસ્તાની કેદીનુ મૃત્યુ થતા તેને પોસ્ટમાર્ટમ માટે જામનગર લાગ્યા હતા.

બંન્નેના મૃતહેદની અંતિમવિધિ માટેની મંજુરી પ્રક્રિયા ભારત-પાકિસ્તાન બંન્ને દેશો વચ્ચેની પુર્ણ થતા જેના મૃતહેદના અંતિમવિધિ નવમી જુલાઈ 2021ના રોજ મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા કરવામાં આવી હતી.

 

Published On - 5:25 pm, Thu, 15 July 21

Next Article