
જો તમને બાઈક સ્પિડમાં ચલાવવાનો શોખ છે તો ક્યારેક ગટરના ગંદા પાણીમાં પણ ડૂબકી મારવા તૈયાર રહેજો. કારણ કે ભરૂચમાં એક યુવાનને બેફામ બાઈક ચાલકને ગટરના પાણીમાં બાઈક સાથે ડૂબકી મારવાનો વારો આવ્યો છે. આ યુવાન બાઈક લઈને બેફામ જઈ રહ્યો હતો. અને અચાનક કતોપોર બજારમાં બાઇક પાર્ક કરતી વેળાએ કાબૂ ગુમાવતા બાઈક ગટરમાં ખાબક્યું હતું. બાઈક ગટરમાં એવું તે ખાબક્યું કે, તેને બહાર કાઢવું પણ મુશ્કેલ બની ગયું.
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ગટરના પાણી વચ્ચે યુવક બાઈક કાઢવો મહેનત કરતો દેખાય છે. જો કદાચ બાઈક ધીમી સ્પિડમાં હોત તો, આ યુવકે ગટરમાં પડવાનો વારો ન આવ્યો હોત.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:26 am, Sun, 1 December 19