ભાવનગર શહેરમાં દસ વર્ષ બાદ રમેશભાઈ ઓઝાની કથા યોજાશે

|

Nov 27, 2021 | 4:00 PM

કોરોના કાળના વીસ મહિના બાદ પ્રથમ કથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા ભાવનગર શહેરમાં યોજવા જઈ રહી છે. ભાવનગર શહેરમાં દસ વર્ષ બાદ રમેશભાઈ ઓઝાની કથા યોજાશે,

ભાવનગર શહેરમાં દસ વર્ષ બાદ રમેશભાઈ ઓઝાની કથા યોજાશે
ભાગવત સપ્તાહ-ભાવનગર

Follow us on

ભાવનગર શહેર ખાતે આવતી તારીખ 28/11/2021ના રવિવારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ થઇ રહ્યો છે. કથાના પ્રવક્તા પ્રખર ચિંતક, ભાગવતાચાર્ય પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના વ્યાસ સ્થાનેથી શરૂ થવા જઈ રહી છે. ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અને પરમ પૂજ્ય નગાલાખા બાપાની અસિમ કૃપાથી,પ.પૂ.સંતશ્રી ઈશુબાપુ (બાવળીયાળી) ના આશીર્વાદથી અને પરમ પૂજ્ય સંત શ્રી ગાદીપતિ રામબાપુ બાવળીયાળી ની પ્રેરણાથી રાઠોડ પરિવારનાં પિતૃ મોક્ષાર્થે યજમાન શ્રી સુરેશભાઈ શેલાભાઈ રાઠોડ, શ્રી ગોવિંદભાઈ શેલાભાઈ રાઠોડ અને ભરતભાઈ શૈલાભાઈ રાઠોડના યજમાન પદે ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.

સમગ્ર ભાગવત કથામાં આમંત્રિત મહેમાનો માટે કથાની અમૃતવાણી સાંભળવા માટે ઉતમ વ્યવસ્થા કરાઈ છે. કથા દરમિયાન પાવન પ્રસંગોની ઉજવણી થવાની છે. જેમાં પોથીયાત્રા તારીખ 28- 11- 2021 ને રવિવાર ના રોજ સવારે 08:00 કલાકે યજમાનશ્રીના નિવાસસ્થાનેથી કથા સ્થળ વિજયરાજનગર પ્રગતિ મંડળ ના મેદાન ખાતે જશે, તારીખ 1-12-2021 બુધવારના રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે, તારીખ 2-12-2021 ના ગુરુવારના રોજ ગોવર્ધન પૂજા થશે, અને તારીખ 3-12 2021 શુક્રવારે રૂક્ષ્મણી વિવાહ યોજાશે અને તારીખ 4-12-2021 ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે,

ભાવનગર શહેરના લોકો અને પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી કથા સાંભળવા ઇચ્છતા તમામ લોકોને હાલમાં કોરોનાને લઈને એક જગ્યાએ એકત્રિત કરી શકાય તેમ ન હોય, માટે આપને ઘર બેઠા ભાગવત કથા નિહાળી શકાય તે માટે યજમાન રાઠોડ પરિવાર દ્વારા સંસ્કાર ચેનલ પર ડી-લાઈવ તારીખ 28-11-21 થી 4-12-21 સાત દિવસ સુધી બપોરે ૧ થી ૪ કલાકે નિહાળી શકશે, અને સાંદિપનીલાઈવ youtube ચેનલ પર સમગ્ર કથા શ્રોતાગણ ભક્તો સમગ્ર કથા નિહાળી શકશો, આમંત્રિત મહેમાનો માટે ભાગવત સપ્તાહ દરમિયાન મહાપ્રસાદનું દરરોજ બપોરે 1:00 કલાકે આયોજન કરાયેલ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સમગ્ર કથા દરમિયાન સરકારની કોવિડ-૧૯ ગાઈડ્વાઇનનું પાલન કરવામાં આવશે. કથા દરમિયાન સંતવાણી ડાયરાનું પણ આયોજન કરેલ છે, જેમાં તારીખ 29-11-2021 ને સોમવારના રોજ સાંજે 7:30 કલાકે મેરામણભાઇ ગઢવી (લોક સાહિત્યકાર) અને બીરજુ બારોટ (ગાયક કલાકાર) નો સંતવાણી ડાયરો યોજાશે, તારીખ 1-12-2021 ને બુધવારના રોજ સાંજે 7:30 કલાકે પદ્મશ્રી ભીખુદાન ભાઈ ગઢવી (લોક સાહિત્યકાર) અને પરેશ દાન ગઢવી (ગાયક કલાકાર) નો સંતવાણી ડાયરો યોજાશે, તારીખ 3-12-2021 ને શુક્રવાર સાંજે 7:30 કલાકે દેવાયતભાઈ ખવડ (લોક સાહિત્યકાર) તેમજ અન્ય કલાકારો સાથે સંતવાણી ડાયરો યોજાશે, સમગ્ર કથાને લઇને રાઠોડ પરિવાર, ભરવાડ સમાજ અને માલધારી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર કથા શાંતિપૂર્ણ યોજાઈ અને સરકારના નિયમો પ્રમાણે કોવિડ-19 ના નિયમોનું પાલન થાય તે માટે સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવશે

Next Article