રાજ્યમાં આગામી 2 દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે, ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લે તેવી સંભાવના
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતુ જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે.
રાજ્યમાં આગામી 2 દિવસ સુધી બેવડી ઋતુનો (Double season) અનુભવ થશે. બપોરે ગરમી (Heat) અને રાત્રે ઠંડી (Cold)નો અનુભવ થશે. ગુજરાતમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આ આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો થશે અનુભવ થશે. તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 2 દિવસ બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સાથે જ માવઠાની હાલમાં કોઇ સંભાવના ન હોવાનું પણ વ્યક્ત કર્યુ છે. જો કે ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લઇ લેશે તેવી સંભાવના દર્શાવી છે
ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં થોડા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો. જો કે હવે રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે ઘટશે, તેમજ ગરમીનો પારો ધીમે ધીમે ઉચકાશે. આ મહિનામાં થોડી થોડી ઠંડીના અનુભવ બાદ હવે માર્ચ મહિનાથી ગરમીનો અનુભવ કરવા ગુજરાતીઓએ તૈયાર રહેવુ પડશે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતુ જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ગયો છે. હવે ફરીથી રાજ્યમાં બેવડી ઋતુ અનુભવવાની આગાહી આપવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસો વધતા જઇ રહ્યા છે ત્યારે લોકોએ બદલાતી ઋતુ વચ્ચે સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.
વાતાવરણ બદલાતા રોગચાળો વધ્યો
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસો નોંધાતા જ જઇ રહ્યા છે. બીજી તરફ હવામાનના બદલાવાના કારણે લોકો રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે. ઘરે ઘરે શરદી ઉધરસના કેસો નોંધાઇ રહ્યા છે. આ વચ્ચે ખરેખર કોરોનાના લક્ષણોને સમજવા પણ લોકો માટે અઘરા થઇ રહ્યા છે. ત્યારે હવે ફરી રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે લોકો સાથે આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.
આ પણ વાંચો-
આજે ગુજરાતમાં કોરોના સામેના રસીકરણનો નવો વિક્રમ સ્થપાશે, 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે
આ પણ વાંચો-