AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : રાજ્યના ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 6 માસમાં 149 રેડ કરી ખનીજ ચોરોને કરોડોના દંડ ફટકાર્યા

Department of Mines and Minerals : ગુજરાતમાં રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનો વ્યાપ વધ્યો છે, ત્યારે ખાણ-ખનીજ વિભાગને સતર્ક કરી ખનીજ માફિયાઓને રોકવા માટે વિશેષ સુચના આપવામાં આવી છે.

GANDHINAGAR : રાજ્યના  ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 6 માસમાં 149 રેડ કરી ખનીજ ચોરોને કરોડોના દંડ ફટકાર્યા
GANDHINAGAR : The state Department of Mines and Minerals registered 149 cases in 6 months
Nirmal Dave
| Edited By: | Updated on: Jul 27, 2021 | 2:41 PM
Share

GANDHINAGAR : રાજ્યમાં માત્ર 6 માસમાં જ ખનીજ ચોરી કરતાં તત્વો સામે લાલ આંખ કરી રાજ્ય ખાણ-ખનીજ વિભાગે મોટી કહી શકાય તેવી 149 રેડ કરી છે. આ રેડ દરમિયાન રેતી ચોરોને રૂ.4194 લાખનો દંડ કરાયો છે. ગુજરાતમાં રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનો વ્યાપ વધ્યો છે, ત્યારે ખાણ-ખનીજ વિભાગને સતર્ક કરી ખનીજ માફિયાઓને રોકવા માટે વિશેષ સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં જે રીતે રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં રાજ્યના ખાણ-ખનીજ વિભાગને વિશેષ જવાબદારીઓ સાથે ખનીજ ચોરો પર લગામ લાવવા માટે વિશેષ સુચના અપાઈ છે. અમદાવાદ હોય કે નવસારી , પોરબંદર હોય કે રાજ્યનો કોઈ પણ વિસ્તાર, છેલ્લાં 6 માસમાં ખાણ-ખનીજ વિભાગે તવાઈ બોલાવી છે અને રેતી ચોરો સામે લાલ આંખ કરી છે. વિસ્તાર પ્રમાણે રેડની વિગત

1) જાન્યુઆરી – 2020માં પંચમહાલ ખાતે રેડ દરમિયાન 51 વાહનો જપ્ત અને રૂ. 65 કરોડની રેતી ચોરીની ફરિયાદ

2) જૂન – 2020માં છોટાઉદેપુરના જંબુ ગામે 8 ડમ્પર , 2 મશીન જપ્ત, રૂ. 2.87 કરોડનો દંડ

3) જૂન – 2020માં છોટાઉદેપુરમાં ડોલોમાઈટના 8 સ્ટોક ધારકો સામે પોલીસ ફરિયાદ

4) જૂલાઈ – 2020માં ભરૂચ અને વડોદરા ખાતે નર્મદા નદીમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતાં 1 હિટાચી અને 6 ડમ્પર જપ્ત, રૂ. 50 લાખની રેતી ચોરી ઝડપાઈ

5) ઓગષ્ટ – 2020માં ગીર સોમનાથ અને જૂનાગઢ ખાતે લાઈમસ્ટોનના 22 સ્ટોક ધારકોની તપાસ કરાઈ

6) 17 સપ્ટેમ્બર, 2020માં અમદાવાદના સરોડા ખાતે 3 હિટાચી મશીન, 6 ડમ્પર જપ્ત, રૂ. 2.50 કરોડની રેતી ચોરી ઝડપાઈ

7) 6-12-2020, વલસાડ ખાતે રેતીના 21 સ્ટોક ધારકોની તપાસ

8) 29 અને 30 – 12-2020, વિવિધ જીલ્લામાં તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતાં 126 વાહનો જપ્ત

9) 13-1-2021, મહેસાણાના ખડાત ગામેથી 2 હિટાચી મશીન જપ્ત અને સબંધિત લોકો સામે પોલીસ ફરિયાદ

10) 8-2-2021ના રોજ મોરબીના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ખનન કરતી 4 નાવ જપ્ત

11) 14-4-2021, અમદાવાદના નવાપુરા ખાતે 1.18 કરોડની રેતી ચોરી ઝડપાઈ, 6 ડમ્પર અને 1 હિટાચી મશીન જપ્ત

12) 16-4-2021, આણંદના કહાનવાડી ગામે 3 હિટાચી મશીન અને 1 ડમ્પર સાથે રૂ. 14.50 લાખની માટી ચોરી ઝડપાઈ

13) 17-4-2021, ભરૂચ ખાતે નર્મદા નદીમાંથી 1 હિટાચી મશીન અને 1 નાવ જપ્ત કરી રૂ. 3 લાખની ખનીજ ચોરી ઝડપાઈ

14) 23-5-2021, વડોદરાના મંજૂસર ગામે 54 લાખની ખનીજ ચોરી ઝડપાઈ

15) 27-5-2021, અમદાવાદના નવાપુરા ખાતે 66 લાખની રેતી ચોરી ઝડપાઈ, 2 હિટાચી મશીન અને 23 ડમ્પર જપ્ત

16) 7-6-2021, તાપી ખાતે 18 સ્ટોક ધારકોની તપાસ

ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા કરવામાં આવેલી રેડમાં અત્યાર સુધી એટલે કે વર્ષ 2021ની શરૂઆતથી જૂન માસના મધ્ય ભાગ સુધીમાં કુલ 149 જેટલી મોટી કહી શકાય તેવી રેડ કરવામાં આવી છે. આ તમામ રેડમાં વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા છે. ટ્રક, ટ્રેક્ટર, જેસીબી સહિતના કુલ 627 જેટલા વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. તમામ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે તંત્રએ કુલ રૂ. 4194 લાખનો દંડ ફટકાર્યો છે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">