પોલીસની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને ટકોર કરી છે. અધિકારીઓએ પોતાની કામગીરીમાં આત્મનિરીક્ષણની જરૂર હોવાની હાઈકોર્ટે ટકોર કરી છે. કારણ કે પાસાના કેસોમાં હાલ સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પાસા હેઠળ થતી કાર્યવાહીમાં પોલીસની ઝાટકણી હાઈકોર્ટે કાઢી છે. હાલમાં પાસા હેઠળ થતી કાર્યવાહીમાં પણ પોલીસે ધ્યાન આપવાની જરૂર હોવાનું હાઈકોર્ટ પોલીસને તાકીદ કરી છે. દિવસેને દિવસે ગુનાખોરી એટલી વધી રહી છે કે પાસાની કાર્યવાહીમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો : બાગેશ્વર ધામ બાબાનો કોણ કરે છે વિરોધ? બાબાની ગુજરાતમાં એન્ટ્રી કોને ખટકે છે? જુઓ Video
મહત્વનુ છે કે સતત વધતા પાસાનાં કેસ ચિંતાજનક હોવાનું હાઈકોર્ટનું અવલોકન હોવાની વાત કરતાં કોર્ટે કહ્યું “માનવીની સ્વતંત્રતા સર્વોચ્ચ છે, તેને ઓછી કે પ્રતિબંધિત કરી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું અધિકારીઓ કાનૂન વ્યવસ્થા અને સાર્વજનિક વ્યવસ્થાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા 6 ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે ખાલી દેશી બંદૂક સાથે પકડાયેલા વ્યક્તિ સામે થયેલી ફરિયાદ રદ કરી હોવાની પણ વાત કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર