Negative marking in GPSC exam: ગુજરાત હાઈકોર્ટે ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાનો કર્યો આદેશ, જુઓ Video

Negative marking in GPSC exam: ગુજરાત હાઈકોર્ટે ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાનો કર્યો આદેશ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 4:43 PM

GPSCની ભરતી પ્રક્રિયાને લઇ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અરજદાર પરીક્ષાાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવા કોર્ટે હુકમ કર્યો છે. મહત્વનું છે કે નેગેટિવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા હોવાની કોર્ટમાં રજૂઆત કરાઇ હતી.

Negative marking : GPSCની પ્રોવિઝન અને ફાઈનલ આન્સર કીમાં વિસંગતતા જોવા મળતા વિવાદ સર્જાયો હતો, જેને લઈ સમગ્ર પ્રકરણ હાઇકોર્ટમા પહોચ્યું હતું. જેમાં આજે GPSCની ભરતી પ્રક્રિયાને લઇ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અરજદાર પરીક્ષાાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવા કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે પરીક્ષાર્થીઓના પરિણામને સીલ કવરમાં રાખવા પણ હાઈકોર્ટે GPSCને આદેશ આપ્યા છે. આગામી 7 જૂનના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે તેવું પણ હાઈકોર્ટ દ્વારા જણાવ્યુ છે.

આ પણ વાંચો : રાજકોટમાં લક્ષ્મણ ટાઉનશીપ આવાસ યોજનામાં પાણીની પારાયણ, રહીશો પીવાનું અને વાપરવાનું પાણી વેચાતુ લેવા મજબૂર

GPSCની પ્રોવિઝન અને ફાઈનલ આન્સર કીમાં વિસંગતતા સામે આવતા આ સમગ્ર મામલો ગરમાયો હતો. બંને આન્સર કીની વિસંગતતાથી પરીક્ષાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની હતી ફરિયાદ થઈ હતી. ખાસ કરીને નેગેટિવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા હોવાની કોર્ટમાં રજૂઆત કરાઇ હતી. જેને લઈ કોર્ટે આ અંગે GPSCને આદેશ કર્યો છે કે પરિક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં હાલ બેસવા દેવામાં આવે. ફાઇનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">