રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

|

Dec 03, 2024 | 6:50 PM

આજે રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન શક્તિસિંહ ગોહિલે ખ્યાતિ હોસ્પિટલના કાંડનો મુદ્દો ઉઠાવ્યો. રાજ્યસભામાં શક્તિસિંહે જણાવ્યુ કે કેવી રીતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા નિર્દોષ દર્દીઓને માત્ર PMJAYના પૈસા માટે ખોટી રીતે ડરાવીને ચીરી નાખવામાં આવતા હતા.

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ ગરીબ દર્દીઓના જીવન સાથે કરેલા ચેડાનો મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો. ઝીરો અવર દરમિયાન શક્તિસિંહે ખ્યાતિકાંડ અંગે પોતાની વાત રાખી. રાજ્યસભામાં તેમણે જણાવ્યુ કે અમાદવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેવી ભલા-ભોળા ગામડાના લોકોને ખોટી રીતે ડરાવીને જરૂર ન હોવાછતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આ પ્રકારે PMJAY હેઠળ ખોટી રીતે દર્દીઓને સ્ટેન્ટ મુકી લો કરોડો રૂપિયા આરોગ્યવિભાગમાંથી પડાવી લીધા છે. ખ્યાતિ હોસ્પિટલમાં પૈસા માટે આ પ્રકારે લોકોની જિંદગી સાથે રમત રમવાનો મસમોટો ખેલ ચાલી રહ્યો હતો.

મુખ્ય આરોપી વિદેશમાં ફરાર થઈ ગયો

શક્તિસિંહે જણાવ્યુ કે હોસ્પિટલ દ્વારા ગામમાં કેમ્પ કરી દર્દીઓને હાર્ટમાં સમસ્યા હોવાના નામે ડરાવવામાં આવતા હતા અને એન્જિયોપ્લાસ્ટી નહીં કરે તો જીવનું જોખમ હોવાનું કહી જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દેવામાં આવતા હતા. આવી રીતે અનેક લોકોને જરૂર ન હોવા છતા હોસ્પિટલ દ્વારા ધમનીઓમાં બ્લોકેજ હોવાનું કહીને સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યા છે અને જેમા કડી તાલુકાના બે લોકોના મોત થતા અને તપાસ થઈ એ બાદ રહી રહીને સરકાર જાગી. તપાસમાં સામે આવ્યુ કે ખ્યાતિ હોસ્પિટલે આ પ્રકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. જેમને જરૂર જ ન હોય તેવા લોકોને પણ બ્લોકેજનો ડર બતાવી પીએમજયના પૈસા ઉઠાવવાનો ખેલ ચાલી રહ્યો હતો અને આ સમગ્ર કાંડ બાબતે સરકાર સાવ જાણે અંધારામાં જ હતી. મુખ્ય આરોપી કાર્તિક પટેલ હાલ વિદેશમાં ફરાર થઈ ગયો છે.

CBI તપાસની શક્તિસિંહ ગોહિલની માંગ

શક્તિસિંહે જણાવ્યુ કે અમદાવાદના ખ્યાતિકાંડમાં પોલીસ અને અધિકારીઓની પણ સંડોવણી ખૂલી છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે આ માત્ર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે રાજ્યવ્યાપી નહીં પરંતુ PMJAYના પૈસા પડાવવા માટે ખાનગી હોસ્પિટલો દ્વારા દેશવ્યાપી રેકેટ ચાલી રહ્યુ છે અને તેમા CBI તપાસ થવી જરૂરી છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article