
દેશવાસીઓને ન્યુયર પર એક ગુડ ન્યુઝ મળ્યા છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત કરી છે. જ્યારે તેને પ્રશ્ન કરવામાં આવ્યો કે, બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે. તો તેમણે કહ્યું બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદી લો, પ્રથમ રુટ સુરતથી બીલીમોરાનો રહેશે. ત્યારબાદ વાપી થી સુરત ત્રીજો ફેઝ વાપી થી અમદાવાદ, ચોથો ફેઝ થાણેથી અમદાવાદ અને અંતે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો ફેઝ શરુ થશે.ગુજરાતના હીરાનગરી સુરતના સ્ટેશનને શહેરની ઓળખ અનુસાર ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. અહીં હીરાની ઝલક જોવા મળશે.
With modern construction technologies, Bullet train project is progressing at a rapid pace.
Jefferies India Forum 2025 pic.twitter.com/aAPJimfgsq
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 18, 2025
15 ઓગસ્ટ 2027ના રોજ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે.મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન હશે, જેમાં થાણે, વિરાર, બોઇસર, વાપી, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. આ કોરિડોર મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 2 કલાક અને 7 મિનિટ કરશે, જે હાલમાં લગભગ 7 કલાક છે.
#WATCH | Delhi: Railways Minister Ashwini Vaishnaw says, “The bullet train will be ready in 2027, August 15th, 2027. The first section to open will be from Surat to Bilimora. After that, Vapi to Surat will open. Then Vapi to Ahmedabad will open, and after that, Thane to Ahmedabad… pic.twitter.com/vpal8NqNpE
— ANI (@ANI) January 1, 2026
આ પ્રોજેક્ટ ફક્ત ઝડપી મુસાફરી જ નહીં, પણ દેશમાં રોજગારીની તકો, ટેકનિકલ કૌશલ્ય, પર્યટન અને વેપારને પણ વેગ આપશે. પૂર્ણ થયા પછી, તે ભારતમાં ઝડપી, સલામત અને વિશ્વસનીય જાહેર પરિવહનના નવા યુગની શરૂઆત કરશે તેવી આશા છે.મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઓગસ્ટ 2027 માં બુલેટ ટ્રેન દોડવાનું શરૂ થશે. મુંબઈથી અમદાવાદના આ રૂટ પરના બધા સ્ટેશનો પર છ પ્લેટફોર્મ હશે. દરેક પ્લેટફોર્મ આશરે 415 મીટર લાંબુ હશે. સ્ટેશન મેટ્રો લાઇન અને રોડવે સાથે જોડાયેલ હશે.
Published On - 2:41 pm, Thu, 1 January 26