રાત્રી કરફ્યુની સાઇડ ઇફેક્ટ, ફુલાવરના ભાવ ગગડતા ખેડુતો પશુઓને ખવડાવવા અને ભેલાણ કરવા મજબૂર

|

Dec 21, 2020 | 7:22 AM

જથ્થાબંધ માર્કેટમાં ખેડૂતો પાસેથી રૂપિયે કિલો ખરીદાય છે ફુલાવર, ખેડૂતોને ખેતરમાંથી બજાર સુધી લઈ જવાના ખર્ચ જેટલો ભાવ પણ મળતો નથી સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ વિસ્તાર એટલે કે, કોબીજ અને ફલાવરના ઉત્પાદન માટે અગ્રેસર વિસ્તાર માનવામાં આવે છે. હાલ તો ફુલાવરનુ ઉત્પાદન કરતા ખેડુતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ખેડુતો ફુલાવરના ઉત્પાદનને માંડ દશ […]

રાત્રી કરફ્યુની સાઇડ ઇફેક્ટ, ફુલાવરના ભાવ ગગડતા ખેડુતો પશુઓને ખવડાવવા અને ભેલાણ કરવા મજબૂર

Follow us on

જથ્થાબંધ માર્કેટમાં ખેડૂતો પાસેથી રૂપિયે કિલો ખરીદાય છે ફુલાવર, ખેડૂતોને ખેતરમાંથી બજાર સુધી લઈ જવાના ખર્ચ જેટલો ભાવ પણ મળતો નથી

સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ વિસ્તાર એટલે કે, કોબીજ અને ફલાવરના ઉત્પાદન માટે અગ્રેસર વિસ્તાર માનવામાં આવે છે. હાલ તો ફુલાવરનુ ઉત્પાદન કરતા ખેડુતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ખેડુતો ફુલાવરના ઉત્પાદનને માંડ દશ વીસ રુપીયાના ભાવે પ્રતિમણ વેચી રહ્યા છે. હાલમાં કોરોનાની અસર અને મોટા શહેરોમાં રાત્રી કરફ્યુની ખેડુતોની અવદશા સર્જી છે. તો હવે ઉભો પાક હવે ટ્રેકટર ફેરવી અને ગાયો ભેશોને ખવરાવીને ભેલાણ કરી દેવાઇ રહ્યો છે.

બજારમાં મળતી શાકભાજી તમને ભલે મોંઘી મળતી હોવાનુ કકળાટ ગૃહીણીઓમાં જોવા મળતો હશે. પરંતુ ખે઼ડુતોની વાસ્તવિક સ્થિતી જુદી જ છે. ખેતરમાં શિળાયામાં પણ પરસેવો પાડવા જેવી મહેનતે તૈયાર કરેલી, શાકભાજીના ભાવ પાણી ના પ્રમાણમાં પણ સસ્તા છે. સસ્તી ખરીદીને લઇને ખેડુતો હાલ તો માઠી દશા જેવી સ્થિતીનો સામનો કરી રહ્યા છે. ખેતરમાં ઉત્પાદન કરેલા ફુલાવરના પાકને જ્યારે ખેડુત અમદાવાદ કે સુરતના બજારોમાં વેચવા પહોંચે છે. ત્યારે માંડ દશ કે વીસ રુપીયા નો ભાવ પ્રતિ વીસ કીલોનો મળી રહ્યો છે. આમ માંડ પચાસ પૈસા જેટલો ભાવ પ્રતિ કીલોએ ખેડુતો વેચી રહ્યા હોય છે. જેની સામે ગૃહીણીઓ દશ થી વીસ રુપીયાના ભાવે કીલો ફુલાવર ખરીદતી હોય છે.

જોકે આ અસમાન ભાવો વચ્ચે હાલ તો જાણે કે ખેડુત કચડાઇ રહ્યો છે. જોકે ભાવો આટલા નિચા જવાનુ હાલનુ કારણ પણ કોરોનનાની સ્થિતી અને તેને લઇને મોટા શહેરાના રાત્રિ કરફ્યુ ને માનવામાં આવી રહ્યુ છે. મોટા શહેરોમાં ખાણી પીણી બજારો અને હોટલોમાં પણ કોબીજ ફ્લાવરની મોટી માંગ રહેતી હોય છે. તે હાલમાં જાણે કે હવે બંધ થઇ ગઇ છે અને હવે ફુલાવર કોબીજ પશુઓને ખવરાવાઇ રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પિલુદ્રાના ખેડૂત યોગેશ પટેલ કહે છે, હાલમાં આ ભાવ થી કશુ જ પાલવે તેવી સ્થિતી નથી. એક તરફ વાવણી માટે ના મોંઘા ખર્ચ માટે ખર્ચ કરવા દેવા કરવા પડે છે. બીજી બાજુ ભાવ મળતા નથી. હાલમાં જે ભાવો છે તે પોષાય એમ જ નથી. હાલમાં લોકડાઉન જેવી સ્થિતી શહેરોમાં હોવાને લઇને આ સમસ્યા સર્જાઇ રહી છે.

પ્રતિ કીલો સાંઇઠ થી સીત્તેર હજાર રુપીયાના ભાવના બીયારણ વડે ફુલાવરનુ ઉત્પાદન કરતા હોય છે. અને સાથે જ તેના ઉત્પાદન પાછળ પાકના ઉછેર અને જતન માટે પણ વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે. આમ સરવાળે પ્રતે એકર એશીં હજાર જેટલો ખર્ચ વેઠીને ફુલાવરનો પાક તૈયાર કરાય છે. આમ જયારે પાણીના ભાવે વેચાતા ખેડુતોના આંખમાં અવદશાના પાણી આવી જાય છે. ફુલાવરનો પાક છેલ્લા કેટલાક દીવસ થી પ્રતિ વિસ કીલો દશ-વીસ રુપીયા ભાવે બજારમાં વેચાય છે. પરીણામે ખેડુતોને પાક ઉતારાની મજુરીનો ખર્ચ પણ માથે પડવાની સ્થિતી સર્જાઇ છે. જેના કારણે કેટલાક ખેડુતો રહ્યો સહ્યો પાક ખેતરમાં જ ટ્રેકટર વડે નષ્ટ કરી રહ્યા છે. હાલમાં સામાન્ય રુપે આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો કેટલાક ખેડુતો ઊભા પાકને જ ગાયો અને ભેંસને ખવરાવી રહ્યા છે.

 

Next Article