કોરોનાકાળમાં જાદુગરોની હાલત બની કફોડી, તેમની પર નભનારા લોકો મુશ્કેલીમાં મુકાતા સરકારને રજૂઆત

|

Apr 03, 2021 | 7:22 PM

કોરોના (Corona)નું એક તરફ સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે તો બીજી તરફ કોરોનાની આડઅસર અનેક વ્યવસાયો પર પડી છે. આવી જ પીડા કળા, મનોરંજન અને આકર્ષણનો સમન્વય ધરાવતા જાદુગર (Magician)ના વ્યવસાયના કલાકારો પણ ભોગવી રહ્યા છે.

કોરોનાકાળમાં જાદુગરોની હાલત બની કફોડી, તેમની પર નભનારા લોકો મુશ્કેલીમાં મુકાતા સરકારને રજૂઆત

Follow us on

કોરોના (Corona)નું એક તરફ સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે તો બીજી તરફ કોરોનાની આડઅસર અનેક વ્યવસાયો પર પડી છે. આવી જ પીડા કળા, મનોરંજન અને આકર્ષણનો સમન્વય ધરાવતા જાદુગર (Magician)ના વ્યવસાયના કલાકારો પણ ભોગવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી પેટ ભરવાની સમસ્યા જાદુગરો અને તેમની સાથે સંકળાયેલા કલાકારો ભોગવી રહ્યા છે. થિયેટરોને એક તરફ છુટછાટો આપવામાં આવી છે તો બીજી તરફ જાદુ જેવા ખેલના આયોજન પર કોરોનાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે જાદુગર એશોસીએશન દ્વારા સરકારને રજૂઆત હાથ ધરવામાં આવી છે.

 

સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા અને દેશમાં અનેક રાજ્યોમાં પોતાના જાદુના ખેલ દર્શાવીને પ્રસિદ્ધ બનેલા કરણ જાદુગરે (Karan Jadugar) પણ આ બાબતે રજૂઆત હાથ ધરી છે. જાદુગર એસોસીએશનના મહામંત્રી કરણ જાદુગરે આ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરીને કલાકારોના જીવન ગુજરાનની સ્થિતીથી વાકેફ કર્યા છે. સરકાર પાસેથી કોઈ જ આર્થિક સહાયની જરુર નથી, પરંતુ જાદુના કાર્યક્રમોને મર્યાદીત સંખ્યા અને કોરોના ગાઇડલાઈન્સ સાથે શરુ કરવા માંગ કરાઈ છે. જાદુના કાર્યક્રમના આયોજનની સાથે લાઈટીંગ, ડેકોરેશન, નૃત્ય, વિવિધ કળાઓ દ્વારા મનોરંજન કરનારા કલાકારો પણ એક વર્ષથી બેકારી ભોગવી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જાદુગર કલાકારો

 

અનેક કલાકારો હાલમાં બેકારીને લઈને આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક કલાકારો અને તેમના પરિવારની હાલત દયનીય બની ચુકી છે તો બીજી તરફ દેશમાં અનેક રાજ્યોમાં સર્કસ અને જાદુના કાર્યક્રમો ગાઈડલાઈન્સ સાથે ચાલી રહ્યા છે. આમ ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતી હળવી બનવા દિવસોમાં જાદુના ખેલ યોજવા માટે છુટ આપવી જોઈએ એવી માંગ કરી છે તો વળી આ દરમ્યાન કેટલાક સ્થળે શરુ થયેલા કાર્યક્રમ દરમ્યાન અધિકારીઓ આડોડાઈ કરી હોવાનું પણ સામે આવ્યુ હતુ.

 

આ પણ વાંચો: Corona: કોરોના સંક્રમણ વધવા લાગતા ગામડાઓ લોકડાઉન થવાની શરુઆત, સાબરકાંઠાના આ ગામમાં થયું લોકડાઉન

Next Article