નવસારીના 5 સહિત 8 માછીમાર લાપતા, મુંબઈ માછીમારી કરવા ગયેલા ખલાસી બોટ સહિત ગૂમ થતા નોંધાઈ ફરિયાદ

|

Dec 07, 2021 | 10:14 AM

Navsari: દસ દિવસ પહેલા નવસારીના 5 સહિત 8 માછીમારો મુંબઈ માછીમારી કરવા ગયા હતા. ત્યારે આ માછીમારો ગુમ થયાની ફરિયાદ સામે આવી છે.

Navsari: મુંબઈ માછીમારી કરવા ગયેલા નવસારીના 5 સહિત 8 કુલ માછીમાર લાપતા છે. 10 દિવસ પહેલાં જગવંદન (Jagvandan) નામની બોટનો સંપર્ક તૂટ્યો હતો. શોધખોળ કરવા છતાં ન બોટ ન મળતા બોટ માલિકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ મધદરિયેથી બોટ લાપતા થતાં માછીમારોના (Fisherman) પરિવારજનો ચિંતાતૂર બન્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

તમને જણાવી દઈએ કે 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી ગઈ હતી. જે 0 દિવસ પહેલા દરીયામાં ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. બોટની શોધખોળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો સાથે જ એક અન્ય સ્થાનિક બોટ શોધખોળમાં લાગી હતી. પરંતુ 10 દિવસ બાદ પણ બોટની કોઈ માહિતી નથી મળી. ત્યારે બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈના માલિકે કરી છે. આ બોટમાં નવસારીના 5 માછીમાર હોવાનું સામે આવ્યું છે.

27 મી નવેમ્બરે માછીમારી કરવા આ બોટ નીકળી હતી. જેના 8 ખલાસીઓ મધદરિયે ગુમ થતાં પરિવાર શોકગ્રસ્ત બન્યો છે. તો આ સમયે દરિયામાં વાતાવારણ ખરાબ હોવાની પણ માહિતી સામે આવી હતી. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પણ વરસાદ વરસ્યો હતો.

 

આ પણ વાંચો: વાહનચાલકો પર મોંઘવારીનો માર: કોઈ કારણ વગર અદાણી ગેસે CNG ના ભાવમાં કર્યો આટલો વધારો

આ પણ વાંચો: PM Matsya Sampada Yojana: આ યોજનામાં મત્સ્ય પાલનથી કરી શકાય છે સારી કમાણી, જાણો વિગતે

Published On - 10:01 am, Tue, 7 December 21

Next Video