વડોદરાની સયાજી હોસ્પિટલમાં હંગામી નર્સિંગ સ્ટાફ 2 માસથી પગારથી વંચિત, આંદોલનના એંધાણ

|

Jan 01, 2021 | 4:05 PM

વડોદરાની સયાજી હોસ્પિટલનો હંગામી નર્સિંગ સ્ટાફ 2 માસથી પગારથી વંચિત છે. સમયસર પગાર ન મળતા કોન્ટ્રાક્ટ પર કામ કરતા નર્સિંગ સ્ટાફના સભ્યો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પગારથી વંચિત સ્ટાફે આજે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સ્ટાફે વહેલીતકે પગાર કરવામાં આવે તેવી માગ કરી. જો સ્ટાફની માગ પર ધ્યાન નહીં અપાય તો […]

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હંગામી નર્સિંગ સ્ટાફ 2 માસથી પગારથી વંચિત, આંદોલનના એંધાણ

Follow us on

વડોદરાની સયાજી હોસ્પિટલનો હંગામી નર્સિંગ સ્ટાફ 2 માસથી પગારથી વંચિત છે. સમયસર પગાર ન મળતા કોન્ટ્રાક્ટ પર કામ કરતા નર્સિંગ સ્ટાફના સભ્યો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પગારથી વંચિત સ્ટાફે આજે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સ્ટાફે વહેલીતકે પગાર કરવામાં આવે તેવી માગ કરી. જો સ્ટાફની માગ પર ધ્યાન નહીં અપાય તો આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ આંદોલનનો માર્ગ અપનાવી શકે છે. જોકે સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે બેંક એકાઉન્ટ ખોલવાની જટિલ પ્રક્રિયાને લીધે સ્ટાફનો પગાર કરવામાં અડચણ ઉભી થઇ છે. ત્યારે જોવાનું રહે છેકે સ્ટાફનો પગાર થાય છે કે નવા આંદોલનના મંડાણ.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Published On - 4:04 pm, Fri, 1 January 21

Next Article