Gujarat સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનાર કરચોરોને બક્ષવામાં નહિ આવે : નીતિન પટેલ

|

Aug 21, 2021 | 8:36 PM

નીતિન પટેલે વધુ માં કહ્યું હતું કે ગુજરાતમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા લોકો તેમજ બોગસ બીલિંગમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય કરવેરા વિભાગ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે

Gujarat સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનાર કરચોરોને બક્ષવામાં નહિ આવે : નીતિન પટેલ
Tax evaders who harm Gujarat government coffers should not be spared Said Deputy CM Nitin Patel

Follow us on

અમદાવાદ(Ahmedabad) માં વર્ષ 1982માં બનાવવામાં આવેલા રાજ્ય કરવેરા વિભાગના બિલ્ડીંગનું રીનોવેશન કરીને તેમાં જરૂરિયાત મુજબ વધુ 2 માળ બનાવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)દ્વારા રાજ્ય કરવેરા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. રીનોવેશન કરવામાં આવેલા કર વેરા ભવનમાં મલ્ટી સ્ટોરેજ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જેના કારણે કરવેરા ભવનમાં પાર્કિંગની સમસ્યા દૂર થઈ જશે. કરવેરા ભવનનું લોકાર્પણ કર્યા બાદ નીતિન પટેલે કરચોરો સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી વિભાગનું રીનોવેટ કરેલું નવું બિલ્ડીંગ નું લોકાર્પણ કર્યું હતું.આ લોકર્પણ બાદ અહીંની અદ્યતન સુવિધાઓ પર તેમને અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્ય કર વિભાગના અધિકારીઓની કામગીરીને બિરદાવતા તમામ અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી સાથે જ કરચોરી કરનાર આરોપીઓ સામે વધુ કડકાઈથી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

મહત્વનું છે કે તાજેતરમાં જ SGST ની ટીમ દ્વારા 1000 કરોડથી વધુનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં  આવ્યું હતું જેની ભરપાઈ આરોપીઓની મિલકત ટાંચમાં લઈને કરવામાં આવી છે.આવા કેટલાક વેપારીઓ કડક કાર્યવાહી ન થાય તે માટે હાઇકોર્ટમાં પણ ગયા હતા.

જેમાં નામદાર હાઇકોર્ટ દ્વારા વેપારીઓ પણ પાસા હેઠળ કાર્યવાહી કરવા બદલ રાજ્ય સરકારને સરકારને ટકોર પણ કરવામાં આવી છે. જો કે રાજ્ય કર વેરા વિભાગના અધિકારીઓને આપવામાં આવેલ સત્તા પ્રમાણે અધિકારીઓ આરોપીઓ સામે પાસા સિવાયની કડક કાર્યવાહી કરી શકે છે તેવું નિવેદન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.

નીતિન પટેલે વધુ માં કહ્યું હતું કે ગુજરાતમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા લોકો  તેમજ બોગસ બીલિંગમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય કરવેરા વિભાગ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર જણાશે ત્યારે રાજ્ય કર વેરા અધિકારીઓને વિશેષ સત્તા આપવામાં આવશે તેમજ કાયદામાં પણ સુધારો કરવામાં આવશે જેથી ગુજરાતની તિજોરીને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ ઓછી કરી શકાય.

આ પણ વાંચો : Rakshabandhan 2021: ભૂદેવો માટે યજ્ઞોપવિત બદલવા માટે ખાસ મંત્રો સાથેની પદ્ધતિ, વાંંચો અને ઘરે બેઠા જ બદલી શકશો જનોઈ

આ પણ વાંચો :  બાપ રે..! બ્રેક ફેઈલ થઈ જતા ટ્રકે 17 ગાડીઓને લીધી હડફેટે, બજાર વચ્ચેની સમગ્ર ઘટના CCTV માં કેદ

Next Article