
Air india flight 171 crash : ટાટા સન્સે આજે શુક્રવારે અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિત પરિવારોને લઈને મોટી જાહેરાત કરી છે. ટાટા ગ્રુપે એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના પીડિતો માટે એક ટ્રસ્ટની રચના કરી છે. ટાટા સન્સે સત્તાવાર અખબારી યાદી દ્વારા જણાવ્યું કે તેમણે મુંબઈમાં જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી માટેની ઔપચારિકતા પૂર્ણ કરી લીધી છે. આ અખબારી યાદીમાં, ટાટા સન્સે વધુમાં જણાવ્યું કે તેમણે મુંબઈમાં જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી ‘ધ અલ-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ નામથી કરવામાં આવી છે.
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે એવો નિર્ણય કર્યો છે કે, ‘ધ અલ-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટને દરેકને 250 કરોડ રૂપિયા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય પણ સામેલ છે. ટ્રસ્ટના અન્ય કાર્યમાં વિમાન દુર્ઘટનાને કારણે ઈજાગ્રસ્ત થયેલાઓની સારવાર અને અકસ્માતમાં નુકસાન પામેલા બીજે મેડિકલ કોલેજના રેસીડન્ટ તબીબોના હોસ્ટેલના માળખાગત બાંધકામના પુનઃનિર્માણમાં સહાયનો પણ સમાવેશ થશે.
Tata Sons today forms a public charitable trust in Mumbai, called ‘The Al-171 Memorial and Welfare Trust’, dedicated to the victims of the accident of Air India flight Al-171 in Ahmedabad. pic.twitter.com/41ur2GrX7I
— ANI (@ANI) July 18, 2025
ટ્રસ્ટનું સંચાલન 5 સભ્યોના ટ્રસ્ટી બોર્ડ દ્વારા કરવામાં આવશે. બોર્ડમાં નિયુક્ત કરાયેલા પહેલા બે ટ્રસ્ટીઓમાં ટાટા ગ્રુપના ભૂતપૂર્વ અનુભવી એસ. પદ્મનાભન અને ટાટા સન્સના જનરલ કાઉન્સેલ સિદ્ધાર્થ શર્માનો સમાવેશ થાય છે. અન્ય ટ્રસ્ટીઓની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે.
નવુ ટ્રસ્ટ રૂપિયા 500 કરોડથી શરૂ કરાશે. આ ટ્ર્સ્ટમાં, ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ દ્વારા, 250-250 કરોડ રૂપિયા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય પણ સામેલ છે. ટ્રસ્ટના કાર્યમાં ઘાયલોની સારવાર અને અકસ્માતમાં નુકસાન પામેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના માળખાના પુનઃનિર્માણમાં સહાયનો પણ સમાવેશ થશે.
Published On - 7:17 pm, Fri, 18 July 25