Vyara : જિલ્લા વિકાસ અધિકારીએ ખેલ મહાકુંભના શુભારંભ પ્રસંગે વ્યારાના રમતવીરો માટે કરી આ ખાસ જાહેરાત

મનરેગા યોજના હેઠળ જિલ્લાના(District ) ગ્રામ્ય સ્તરે 75 રમત ગમતના મેદાનો તૈયાર થઇ રહ્યા હોવા અંગે પણ માહિતી આપી હતી. આ મેદાનોમાંથી 22 મેદાનો એથલેટીક ટ્રેક સાથે બનીને તૈયાર થઇ ચુક્યા છે

Vyara : જિલ્લા વિકાસ અધિકારીએ ખેલ મહાકુંભના શુભારંભ પ્રસંગે વ્યારાના રમતવીરો માટે કરી આ ખાસ જાહેરાત
Khel Mahakumbh Function at Vyara (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 6:43 PM

ખેલમહાકુંભ(Khel Mahakumbh ) 2021-22 અંતર્ગત દક્ષિણ(South ) ઝોન કક્ષા અંડર-14 થી 17 તેમજ ઓપન વય જૂથના ભાઇઓ-બહેનો માટે ખોખો(Kho Kho ) સ્પર્ધા રાખવામાં આવી હતી. જેનો આરંભ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ વ્યારાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ હેઠળ 22 અલગ અલગ પ્રકારની ઓલમ્પીક-નોન ઓલમ્પીક સ્પર્ધાઓની પસંદગી એ રીતે કરવામાં આવી છે કે જે નાના બાળકથી લઇ 60 વર્ષથી ઉપરના નાગરિકો પણ ભાગ લઇ શકે છે. તાપી જિલ્લાને ઝોન કક્ષા સાથે-સાથે રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવાની તક મળી છે. જે સમગ્ર તાપી જિલ્લા વહિવટી તંત્ર અને નાગરિકો માટે ગર્વની બાબત છે.

વ્યારામાં ટૂંક સમયમાં તૈયાર થશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ : જિલ્લા વિકાસ અધિકારી

વધુમાં તેમણે વ્યારા નગરના મુસારોડ ખાતે ટુંક સમયમાં અતિભવ્ય અને તમામ સાધન સામગ્રી સંપન્ન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થાય છે એમ જણાવી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દ્વારા તાપી જિલ્લાના રમતવીરોને વધુ પ્રોત્સાહન મળશે તથા રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં આ કોમ્પ્લેક્ષ સિંહ ફાળો ભજવશે એમ આશા વ્યક્ત કરી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

તેઓએ “આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે મનરેગા યોજના હેઠળ જિલ્લાના ગ્રામ્ય સ્તરે 75 રમત ગમતના મેદાનો તૈયાર થઇ રહ્યા હોવા અંગે પણ માહિતી આપી હતી. આ મેદાનોમાંથી 22 મેદાનો એથલેટીક ટ્રેક સાથે બનીને તૈયાર થઇ ચુક્યા છે. જ્યારે અન્ય મેદાનો પ્રગતિ હેઠળ છે એમ ઉમેર્યું હતું. તેમણે સૌ ખેલાડીઓને ઉત્સાહ વધારતા કહ્યું હતું કે રમતનું મેદાન હાર પચાવતા શીખવે છે. તેઓએ દરેક ખેલાડીને સ્પોર્ટસમેન સ્પીરીટ સાથે રમવા ખાસ અનુરોધ કર્યો હતો.

રમતથી સામાજિક એકતાના ગુણો કેળવાય છે : જિલ્લા પોલીસ અધિક્ષક

આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આપણા જીવનમાં રમતનું વિશેષ મહત્વ છે. ખેલમહાકુંભનો ઉદ્દેશ્ય આપણી જુની ભાતિગળ અને વિસરાતી રમતોને નવજીવન આપી આ રમતો સાથે જોડાયેલા રમતવીરોની પ્રતિભાને ઉજાગર કરવાનો છે. રમત આપણને જાતી, ધર્મ, પ્રદેશ જેવા ભેદભાવો ભુલી એક ટીમ તરીકે એક સાથે રમવાની ભાવના કેળવે છે. જ્યારે ખેલાડીઓ એક ટીમ થઇને રમે છે ત્યારે ડિસિપ્લિન, સામાજિક એકતા જેવા ગુણો કેળવાય છે. આ ગુણો જીવનભર તેઓના અંદર જળવાઇ રહે છે.

જે સશક્ત સમાજના નિર્માણમા ભાગીદાર બનાવે છે. આ તાલમેલ સમાજમાં હોય તો સમાજનો સર્વાંગી વિકાસ થાય છે. આ તાલમેલની ભાવના ખેલાડીઓમાં હોવી જરૂરી છે. અંતે તેમણે શ્રેષ્ઠ દેખાવ કરવા ટીમોને પ્રોતસાહિત કરી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તર સુધી પહોચી પોતાની પ્રતિભા સિધ્ધ કરવા આહવાન કર્યું હતું. ખેલમહાકુંભના દક્ષિણ ઝોનકક્ષા અંડર-14 થી 17, ઓપન વય જૂથની ભાઇઓ-બહેનો માટે ખોખો સ્પર્ધાઓમાં 8 જિલ્લા અને 16 ટીમોએ ભાગ લીધો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">