આજે નેશનલ સ્પોર્ટ્સ ડે : તાપી જિલ્લાનું રમત ગમત ક્ષેત્ર ભાવિ ઉજળું

|

Aug 29, 2022 | 9:25 AM

ખો ખો રમત જેમાં તાપી(Tapi ) જિલ્લાની ટીમ સમગ્ર ગુજરાતમાં સૌથી સ્ટ્રોંગ ટીમ માનવામાં આવે છે.

આજે નેશનલ સ્પોર્ટ્સ ડે : તાપી જિલ્લાનું રમત ગમત ક્ષેત્ર ભાવિ ઉજળું
The future of the sports sector of Tapi district is bright(File Image )

Follow us on

આજે 29 ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ (Sports Day ) ડે”-ભારતમાં હોકી ના મહાન ખેલાડી (Athletes )મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન કર્યુ હતું તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે જાહેર” કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર દેશ આ દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લો રમત ગમત ક્ષેત્રે નિશ્ચિતપણે ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે. આ બાબત આટલી દ્રઢતાથી જણાવવાનું કારણ છે કારણ કે તાપી જિલ્લા રમત ગમત વિભાગના જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, તાપી જિલ્લામાં થી વર્ષ 2021 થી આજદિન સુધી 25 ગોલ્ડ, 12 સિલ્વર અને 9 બ્રોંઝ મેડલ વિવિધ સ્તરે ખેલાડીઓએ મેળવ્યા છે.

ખો ખો માં સમગ્ર રાજ્યમાં તાપીની ટિમ સ્ટ્રોંગ :

આ વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાના મેડલ માં કૂલ-7 ગોલ્ડ, 06 સિલ્વર અને 05 બ્રોંઝ મેડલ નો સમાવેશ થાય છે. જેમાં ખો ખોમાં-04 ગોલ્ડ, એથ્લેટીક્સ 03 ગોલ્ડ, કબડ્ડીમાં-03 સિલ્વર, શૂટીંગમાં 01 સિલ્વર, એથ્લેટીક્સ-02 સિલ્વર, જ્યારે એથ્લેટીક્સમાં-05 બ્રોંઝ મેડલ મેળવ્યા છે. ખો ખો રમત જેમાં તાપી જિલ્લાની ટીમ સમગ્ર ગુજરાતમાં સૌથી સ્ટ્રોંગ ટીમ માનવામાં આવે છે. તાપી જિલ્લામાં ખો ખોની રમત દ્વારા ઉચ્ચ કક્ષાએ વિવિધ લીગમાં પસંદગી પામેલ ખેલાડીઓમાં “ખો ખો- અલ્ટીમેટ ખો ખો લીગ-2022 માટે ભાટ” ગોવીંદ, વેગડ વિજય, બરડે ઋષિત અને બહેનોમાં “ખો ખો – ઇન્ડિયા ટીમ કેમ્પ”માં ચૌધરી પ્રિયા આર અને ગામીત અર્પિતા નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત રાજ્યની ખો ખો બહેનો ની ટીમમાં તાપી જિલ્લાના 08 ખેલાડીઓ પસંદગી પામેલ છે. તાપી જિલ્લા માટે ગૌરવની બાબત છે કે, છેવાડાના આદિવાસી જિલ્લાના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે નામના મેળવી તાપી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવામાં આવેલ છે. જેમાં એડમિશન મેળવવું દરેક ખેલાડી નું સ્વપ્ન હોય છે. આ એકેડમી ગુજરાતમાં હિંમતનગર એકેડમી, નડિયાદ એકેડેમી, દેવગઢબારિયા એકેડમી, ભાવનગર એકેડમી એમ ચાર શહેરો ખાતે કાર્યરત છે. આ એકેડમીમાં વિવિધ રમતોના ખેલાડીઓને ઉચ્ચ સ્તરીય પ્રેક્ટિસ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એકેડમી કાર્યરત છે.

જેમાં એથ્લેટિક્સ રમતની કુલ 04 એકેડમી ચાલુ કરેલ છે. જેમાં ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ તેઓને 480/- પ્રતિ દિન નું ભોજન આપવામાં આવે છે. સ્ટાઇપેન્ડ રૂ.750/-, વાર્ષિક સ્પોર્ટ્સ કીટ રૂ.6000/-અને રનિંગ તથા શૂઝ રૂ. 12,000/-અને આંતરરાષ્ટ્રીય કોચ તથા ઉચ્ચ સ્તરીય નિષ્ણાતો દ્વારા કોચિંગ આપવામાં આવે છે. તથા તેઓને રમવા, રહેવાની, ભોજનની તમામ સુવિધાઓ સરકાર દ્વારા નિ:શુલ્ક આપવામાં આવે છે.

રમતગમત સંકુલ સાબિત થશે મહત્વનું :

તાપી જિલ્લાના બે ખેલાડીઓ દેવગઢ બારીયા તથા હિંમતનગર એકેડમીમાં પસંદગી પામ્યા છે. આ ખેલાડીઓમાં ગામીત જય, ગામીત નિર્મલ નો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, તાપી જિલ્લામાં ટુંક સમયમાં આઠ એકર-કુલ 32,912 ચો.મી. જમીન ઉપર અંદાજિત રૂપિયા 13.62 કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત ગમત સંકુલ નું ભવ્ય નિર્માણ થનાર છે જે તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેલાડીઓ માટે સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણારૂપ બનશે.

Next Article