Tapi : તાપીમાં ઉજવાયો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ, યુવાનો ઢોલ નગારાના તાલ પર ઝૂમી ઉઠ્યા

|

Aug 10, 2022 | 12:55 PM

શરૂઆતમાં આદિવાસી(Tribal ) કુળદેવી યાહા મોગી દેવમોગરા માતાની આદિવાસી રૂઢિ પરંપરાગત રીતે પૂજા કરવામાં આવી હતી.

Tapi : તાપીમાં ઉજવાયો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ, યુવાનો ઢોલ નગારાના તાલ પર ઝૂમી ઉઠ્યા
World Tribal Pride Day celebrated in Tapi(File Image )

Follow us on

તાપી(Tapi ) જિલ્લાના કુકરમુંડા તાલુકાના બેજ ગામે આવેલ પ્રાથમિક શાળા(School ) ખાતે આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિ અને આદિવાસી (Tribal )યુવા સંગઠન દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ માજી ધારાસભ્ય અને માજી સંસદીય સચિવ સુભાષ પાડવી ના અધ્યક્ષ સાથે યોજાયો હતો. નાના બાળકો થી લઈને મોટી વયના વ્યક્તિઓ પારંપરિક આદીવાસી પોશાક ધોતી, લૂગડાં માં જોવા મળ્યા હતા. જેમાં સવારે નવ વાગ્યે કુકરમુંડા મુખ્ય મથકે આદિવાસી નૃત્ય ઢોલ નગારા સાથે રેલી નીકળી બિરસા મુંડા ની પ્રતિમા પર ફુલહાર કર્યા બાદ બેજ ખાતે “સુપર સ્ટાર બેન્ડ” ના તાલે આદિવાસી યુવાનો નાચતા નાચતા બેજ શાળા ખાતે રેલી પહોંચી હતી.

પરંપરાગત કાર્યક્રમો યોજાયા

ત્યારબાદ શાળા ખાતે આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શરૂઆતમાં આદિવાસી કુળદેવી યાહા મોગી દેવમોગરા માતાની આદિવાસી રૂઢિ પરંપરાગત રીતે પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ મોદલાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત “હાય રે મારા આદિવાસી નો જબરો પડે વટ” રજૂ કરવામાં આવ્યું હતું. અને સાથો સાથ રાજપુર, વેશ ગામ, બેજ ગામના બાળકો દ્વારા સાંસ્કૃતિક ગીતો પર ડાન્સ કર્યો હતો. ડાબરીઆંબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ” 93 અને 46 બંદ કેરા આપું સમાજ એક વેરા”, જય જોહર કા નારા હે ભારત દેશ હમારા હે, બેટી બચાવો બેટી પઢાવો, એક તીર એક કમાન સભી આદીવાસી એક સમાન વગેરેના પ્લે કાર્ડ સાથે સરસ મજાનું નૃત્ય રજૂ કર્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં જ્યાં આદિવાસીઓની વસ્તી વસે છે. ત્યાં વિશ્વ આદિવાસી દિવસે અસંખ્ય કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું હતું. બિનરાજકીય રીતે આદિવાસીઓના ઉત્થાન અને વિકાસ માટે સમાજના તમામ લોકોએ ભેગા થઈને એક રહેવાનો સંકલ્પ કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Input Credit Nirav Kansara (Tapi )

Next Article