Tapi : મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી નું મહત્વનું નિવેદન, આદિવાસીઓ જમીન વેચી કે ગીરવે મૂકી શકશે

તાપીના( Tapi) બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે જ્યારે ઉકાઇ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી. જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી.

| Updated on: Aug 09, 2022 | 4:40 PM

વિશ્વ આદિવાસી દિવસની(Internatioanl Tribal Day)  ઉજવણી નિમિતે ગુજરાત(Gujarat)  સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના(Tapi) બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે જ્યારે ઉકાઇ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી. જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી. પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને ઘણી મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ આદિવાસીઓને જૂની શરત મુજબ જમીનના માલિકીહક મળે. તેઓ જમીન વેચી શકે કે ગિરવે મુકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવી આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે મારા આદિવાસી ભાઈઓએ જમીન આપી હતી ત્યારે આજે મારી પાસે આજે એક પ્રશ્ન આવ્યો છે કે આ જમીન નવી શરતની હોવાના કારણે કોઈએ લાભ લેવો હોય તો સમસ્યા આવતી હોય છે. આ સમસ્યાનું હું નિરાકરણ લાવીશ. હવે આગામી મંગળવારે મિટિંગ થશે ત્યારે અમે ચર્ચા કરીશું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">