Tapi : ઉકાઈ ડેમ 93 ટકા ભરાયો, પીવા અને સિંચાઈના પાણીની તકલીફ દૂર થઈ

|

Sep 26, 2021 | 6:51 AM

દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડયો છે. તેમજ તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ બાદ 71,337 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની(IMD) આગાહી અનુસાર રાજયમાં સર્વત્ર વરસાદ(Rain) વરસ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડયો છે. તેમજ તાપીના ઉકાઈ ડેમના(Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદ બાદ 71,337 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 342.75 ફૂટ થઈ છે. જેની બાદ તંત્રએ ડેમના 4 ગેટ 4 ફૂટ ખોલી 53,876 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડયું છે.

દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તાપી નદીના નવા નીર ઉમેરાયા છે. જેના કારણે તાપી જિલ્લાના ઉકાઇ ડેમની જળસપાટીમાં વધારો થઇ રહ્યો છે.ઉકાઈ ડેમ હાલમાં ભયજનક સપાટીથી માત્ર 2.25 ફૂટ દૂર છે. ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 93 ટકાથી વધુ ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના લોકોની પીવા અને સિંચાઈના પાણીની તકલીફ દૂર થઈ છે.

ઉલ્લેખનીય છે કે,  ભારે વરસાદના પગલે ગુજરાતના 83 ડેમો પર હાઇ એલર્ટ સિગ્નલ અપાયું છે. 12 ડેમોમાં 80 થી 90 ટકા પાણી ભરાતા એલર્ટ અને 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વૉર્નિંગ સિગ્નલ અપાયું છે. આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ડેમો છલકાયા છે. ગુજરાતના કુલ 207 ડેમ પૈકી 56 ડેમ ઓવરફ્લો થયા છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા હજુ આગામી  26 અને 27  સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

આ પણ વાંચો : ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, મતદારોના ડેટા સાથેની એપ્લીકેશન બનાવી

Published On - 6:44 am, Sun, 26 September 21

Next Video