Tapi : જિલ્લા પોલીસ વડા કહે છે, સાવચેત રહેજો, ટેક્નોલોજી સાથે ગુનાના પ્રકાર પણ બદલાયા છે

|

Jul 27, 2022 | 9:01 AM

લોકોને સીટીઝન (Citizen )ફર્સ્ટ એપ સાથે ગુજરાત પોલીસના વિવિધ ઓનલાઇન સેવાઓનો લાંબા લેવા જણાવ્યું હતું. આ સિવાય પોલીસ દ્વારા સીટીઝન ફર્સ્ટ એપમાં ઈ એફઆઈઆર કેવી રીતે કરવી તેની માહિતી પણ લોકોને આપી હતી.

Tapi : જિલ્લા પોલીસ વડા કહે છે, સાવચેત રહેજો,  ટેક્નોલોજી સાથે ગુનાના પ્રકાર પણ બદલાયા છે

Follow us on

તાજેતરમાં ગુજરાત(Gujarat ) પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં તાપી (Tapi ) જિલ્લામાં વ્યારા(Vyara ) આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયા ના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ ની હાજરીમાં એક દિવસીય સેમિનાર નું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ લોકોને જણાવ્યું હતું કે, ટેકનોલોજીએ આપણા સૌના જીવનને સરળ બનાવ્યું છે. પરંતુ તેના ખોટા ઉપયોગના કારણે નાગરિકો ક્યારેક સીધી રીતે તો ક્યારેક આડકતરી રીતે ગુનાનો ભોગ બને છે. જેથી જાગૃત રહેવું ખુબ જરૂરી છે. તેમણે સૌ વિદ્યાર્થીઓ અને એનજીઓના સભ્યોને એક પ્રતિનિધિ તરીકે સરકાર અને પ્રજા વચ્ચે એક કડી સમાન ભાગ ભજવી સમાજને આ અંગે જાગૃત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

અન્ય જિલ્લાઓ કરતા તાપી જિલ્લામાં આમ જોવા જઈએ તો એકંદરે ગુનાનું પ્રમાણ ઓછું છે. પરંતુ સાવચેતી રાખવાથી આપણે સૌ તાપી જિલ્લાને વધારે સુરક્ષિત બનાવી શકીશું એવું તેમણે ઉમેર્યું હતું. તેઓએ એ પણ જણાવ્યું હતું કે  e-FIR દ્વારા નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરિયાદોનો પણ ઝડપથી નિકાલ થશે એમ જિલ્લા અને ગુજરાત પોલીસ વિભાગ વતી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આજના મોબાઇલ યુગમાં ટેકનોલોજી સાથે સાથે ગુનાના પ્રકાર પણ બદલાયા છે. જેમાં લોટરી લાગી હોવાનું કહીને ફોન કે એસએમએસ, ઓટીપી માનહાવા કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે બેન્ક માંથી ફોન કરવા જેવા નેક ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. આ માટે જાગૃતિ કેળવવી ખુબ જરૂરી છે.

તેઓએ લોકોને સીટીઝન ફર્સ્ટ એપ સાથે ગુજરાત પોલીસના વિવિધ ઓનલાઇન સેવાઓનો લાંબા લેવા જણાવ્યું હતું. આ સિવાય પોલીસ દ્વારા સીટીઝન ફર્સ્ટ એપમાં ઈ એફઆઈઆર કેવી રીતે કરવી તેમજ તેના ઉપયોગ અંગેની વિસ્તૃત માહિતી પણ લોકોને આપી હતી. જેથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને લોકોને વધુ ઝડપી અને પારદર્શી ન્યાય આપી શકાય.

Input Credit Nirav Kansara (Tapi )

Next Article