Tapi : સરકારી યોજનાઓની અમલવારીમાં તાપી જિલ્લો સીએમ ડેસ્કમાં સતત મોખરે

|

May 20, 2022 | 2:12 PM

આ સફળતા (Success )બાદ તાપી જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને વહીવટી વિભાગના કર્મચારીઓમાં અને અધિકારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

Tapi : સરકારી યોજનાઓની અમલવારીમાં તાપી જિલ્લો સીએમ ડેસ્કમાં સતત મોખરે
Tapi Collector Office (File Image )

Follow us on

સરકાર (Government ) દ્વારા તબક્કાવાર અનેક લોક ઉપયોગી યોજનાઓ (Scheme ) બહાર પાડવામાં આવતી હોય છે, અને તેની અમલવારી (Implementation ) યોગ્ય રીતે થાય છે કે નહીં તેની દેખરેખનાં ભાગરૂપે CM કાર્યાલય દ્વારા જે તે જિલ્લા કલેકટર કચેરીના સંપર્કમાં રહીને રોજ જ મોનીટરીંગ કરવામાં આવતું હોય છે. એટલું જ નહીં પરફોર્મન્સના આધારે તેમાં રેન્કિંગ પણ આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે તાપી જિલ્લા વહીવટી વિભાગ આ કામગીરીમાં છેલ્લા ત્રણ મહિનાથી રેન્કિંગમાં સતત એકથી પાંચ ક્રમાંકની વચ્ચે જ રહ્યું છે. એટલે કે યોજનાઓના અમલવારીમાં તાપી જિલ્લો અગ્રેસર રહ્યો છે.

નોંધનીય છે કે તાપી જિલ્લામાં સાત તાલુકા આવેલા છે, જેમાં મોટા ભાગે આદિવાસી વિસ્તારો છે. ખાસ કરીને વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝલ, કુકુરમુન્ડા, ડોલવણ અને સોનગઢ આ તાલુકામાં આદિવાસી વસ્તી વ્યાપક પ્રમાણમાં વસે છે. અન્ય જિલ્લાઓની જેમ તાપી જિલ્લામાં પણ લોકોના હિત માટે સરકારની વિવિધ 64 જેટલી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પણ તેની અમલવારી કરવામાં તાપી જિલ્લો અગ્રેસર છે.

તાપી જિલ્લાના કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગર્દશન હેઠળ જિલ્લાના અધિકારીઓ સતત લોકોના સંપર્કમાં રહીને આ યોજનાનો અંગેની માહિતી અને તેના ફાયદાની જાણકારી પહોંચાડતા આવ્યા છે. સીએમ ડેસ્ક દ્વારા આ કામગીરી માટે સમયાંતરે રેન્કિંગ આપવામાં આવતું હોય છે. આ યોજનાઓમાં રેવન્યુ, ફૂડ સપ્લાય, ન્યાય યોજના સહીત અલગ અલગ 64 જેટલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જે કામગીરીમાં અમલ ઓછો થયો હોય તેમાં રેન્ક આપવામાં આવતો નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પરંતુ તાપી જિલ્લા છેલ્લા ત્રણ મહિનાથી સીએમ ડેસ્કમાં ટોપ 5માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આ સફળતા બાદ તાપી જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને વહીવટી વિભાગના કર્મચારીઓમાં અને અધિકારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જિલ્લા કલેકટરના જણાવ્યા પ્રમાણે સરકારી વિવિધ યોજનાઓનો લાભ તાપી જિલ્લામાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ માટે વહીવટીતંત્ર ખુબ સક્રિય છે. અને લોકોને તેનો મહત્તમ ફાયદો મળે તે દિશામાં તેઓ પ્રયત્નશીલ છે.

Next Article