Tapi : વ્યારામાં તાપી જિલ્લાના બેરોજગાર યુવકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ તાલીમનું આયોજન

|

Jun 22, 2022 | 4:58 PM

તેઓને સ્થળ પર જ સરકારી(Government ) ભરતીઓ માટે અલગ અલગ પોસ્ટ માટે તમામ તાલીમ ની સાથે તૈયારીઓ કરવા માટે પુસ્તકોની કીટ પણ એક જ સ્થળે આપવામાં આવે છે. જે તેમના માટે ખુબ જ ઉપયોગી પણ નીવડી રહી છે. 

Tapi : વ્યારામાં તાપી જિલ્લાના બેરોજગાર યુવકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ તાલીમનું આયોજન
Tapi: Special training for competitive examination for unemployed youth of Tapi district in Vyara(File Image )

Follow us on

વર્ષ2022-2023 માં ડીએમએફ યોજના હેઠળ વિવિધ તાલુકાના(District ) અસરગ્રસ્ત ગામોના બેરોજગાર(Unemployed ) ઉમેદવારો માટે વિવિધ સરકારી ભરતીઓની સ્પર્ધાત્મક પરિક્ષાના(Exam ) તાલીમો નુ આયોજન જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરી દ્વારા આયોજિત તાલીમ વર્ગમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહેલાં રોજગારવાંચ્છુઓ, વનરક્ષા, તલાટી, લોકરક્ષકમાં ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવામાં આવી છે.

તાપી જિલ્લાના બેરોજગાર યુવક-યુવતિઓ ગુજરાત સરકાર ની આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ પાસ થઇ નોકરી-રોજગારી મેળવી શકે જેવા શુભ આશયથી તાપી જિલ્લાના ઇચ્છુક ઉમેદવારો માટે જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા સરકારના લાભાર્થે જિલ્લા રોજગાર કચેરી,વ્યારા, અને તાપી જિલ્લાના સહયોગ થી અસરગ્રસ્ત ગામોના ઉમેદવારો વિવિધ સરકારી ભરતીઓની પરિક્ષા પાસ થઇ શકે તે માટે આ તાલીમવર્ગ નુ આયોજન કરવામાં આવેલ છે, ગાંઘીનગર ના નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે આ શુભ આશય થી તાપી જિલ્લાના 120 બેરોજગાર યુવક યુતિઓની પંસદગી કરી તાલીઁમો તાલુકા સ્થળોએ આપવામાં આવી રહી છે.

જેમાં તલાટી -કમ- મંત્રી (વનરક્ષા) જીપીએસસી ફોરેસ્ટ પોલીસ એસ.આર.પી કોનસ્ટેબલ આઇ સચિવાલય – બિન સચિવાલય વિદ્યુત સહાયક જેવી વિવિધ સરકારી ભરતીઓની પરિક્ષાઓની તૈયારી માટે સ્પર્ધાત્મક પરિક્ષાની તાલીમ સહ તાલીમો ની સાથે આ ઉમેદવારોને 1 વર્ષ સુધીની ઓનલાઇન મોબાઇલ એપ્લીકેશન ના માધ્યમથી વિવિધ સરકારી ભરતીઓની તાલીમો આપવામાં આવશે, સાથે વિવિધ પબ્લિકેશનની પુસ્તકોની કીટ પણ આ લાભાર્થીઓને આપવામાં આવી છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોંધનીય છે કે તાપી જિલ્લામાં બેરોજગાર યુવક યુવતીઓ માટે આ તાલીમનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં તેઓને સ્થળ પર જ સરકારી ભરતીઓ માટે અલગ અલગ પોસ્ટ માટે તમામ તાલીમ ની સાથે તૈયારીઓ કરવા માટે પુસ્તકોની કીટ પણ એક જ સ્થળે આપવામાં આવે છે. જે તેમના માટે ખુબ જ ઉપયોગી પણ નીવડી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- નિરવ કંસારા- તાપી

Published On - 12:35 pm, Wed, 22 June 22

Next Article