Tapi : વાલોડ તાલુકાના તીતવા ગામે આશ્રમ ફળિયામાંથી દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત

|

May 31, 2022 | 9:05 AM

અગાઉ પણ દીપડાઓ (leopard ) દ્વારા ખેતમજૂરો પર હુમલાઓ કરવાના બનાવ બની ચુક્યા છે. ત્યારે ગ્રામજનોએ રહેણાક વિસ્તારોમાં રખડતા દીપડાઓને પકડવા માટે વન વિભાગને પાંજરું મુકવા વિનંતી કરવી પડી છે.

Tapi : વાલોડ તાલુકાના તીતવા ગામે આશ્રમ ફળિયામાંથી દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત
Leopard caught in Valod (File Image)

Follow us on

તાપીના વાલોડ (Valod ) તાલુકાના તીતવા ખાતે હેમંતભાઈના ખેતરોમાંથી (Farm ) કેટલાક દિવસથી ગામમાં આંટાફેરા મારતા દીપડાને (leopard ) પકડવા જંગલખાતા તરફથી મુકવામાં આવેલા પાંજરામાં 1 વર્ષીય વરસની દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત થઈ હતી. તીતવા ગામમાં આશ્રમ ફળીયામાં હેમંતભાઈ પરસોતમભાઈના ખેતરમાંથી કેટલાક દિવસથી ગામમાં આંટાફેરા મારતા અને નજીકના ખેતરોમાં ત્રણથી ચાર દીપડાની અવર જવર હોવા અંગે તથા દીપડો દેખાતા હોવાને લીધે ગભરાટનો માહોલ ઉભો થયો હતો. દીપડાએ કુતરા અને મરઘાનો શિકાર કરતા હોવાને લીધે દીપડાના પંજાના નિશાન અને ચિન્હો પણ નજરે ચડતા ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.

દીપડાને પકડવા અને પાંજરે પુરાય તે હેતુથી વનવિભાગના અધિકારીઓને જમીન માલિકે જાણ કરતાં રૂબરૂ આવી આશ્રમ ફળીયા નજીકના બાજુના ખેતરનાં સ્થળે પાંચ દિવસ અગાઉ પાંજરું મુકવામાં આવ્યું હતું. મારણ સાથે પાંજરું મુકવામાં આવતા મારણનો શિકાર કરવાની લાલચમાં પાંજરામાં આવતા દીપડી પાંજરે પુરાઇ હતી.

આ અંગેની જાણ કરતા વનવિભાગના કમૅચારી અર્જુનભાઇ ચૌધરી, સંદીપ ચૌધરીએ સ્થળ પર આવી દીપડીનો કબજો લઇ વાલોડ ખાતે વનવિભાગની નર્સરી પર લાવવામાં આવી હતી. દિપડીનો કબજો લઈ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગાઢ જંગલમાં છોડવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ દીપડીની ઉંમર આશરે એક વર્ષની છે. આ ઉપરાંત હજી પણ 3 દીપડા ખેતરોમાં ફરતા હોવાનું આશંકા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોંધનીય છે કે સુરત જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ખાસ કરીને તાપી, વાંસદા તાલુકા અને જિલ્લાઓમાં દીપડાનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. ગ્રામજનોમાં ભીતિ એટલા માટે પણ રહે છે કે નાના પ્રાણીઓના શિકાર કરવાની સાથે દીપડા દ્વારા ખેતરમાં કામ કરવા જતા ખેતમજૂરો ને પણ શિકાર બનાવવામાં આવે છે. અગાઉ પણ દીપડાઓ દ્વારા ખેતમજૂરો પર આવા હુમલાઓ બની ચુક્યા છે. ત્યારે ગ્રામજનોએ આવા દીપડાઓને પકડવા માટે વન વિભાગને પાંજરું મુકવા વિનંતી કરવી પડી છે. ગયા અઠવાડિયે પણ આવી જ એક દીપડી પાંજરે પુરાઈ હતી.

જોકે હજી પણ ગામડામાં ત્રણેક જેટલા દીપડા ફરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ત્યારે વનવિભાગની ટિમ આ દીપડાઓને પકડવા માટે કામે લાગી છે.

Next Article