Tapi: ગુમ થયેલી યુવતીનો મૃતદેહ સોનગઢની બંધ પડેલ સ્ટોન ક્વોરીના ઊંડા પાણીમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક

|

May 09, 2022 | 9:45 PM

તાપી જિલ્લાના સોનગઢ નગરમાં રહેતી એક યુવતીએ પથ્થરની બંધ પડેલ ક્વોરીમાં ઝંપલાવી જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગઈકાલથી ગુમ થયેલી આ યુવતીનો મૃતદેહ (Dead Body) મળી આવતા ગ્રામજનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Tapi: ગુમ થયેલી યુવતીનો મૃતદેહ સોનગઢની બંધ પડેલ સ્ટોન ક્વોરીના ઊંડા પાણીમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક
પ્રતિકાત્મક તસવીર

Follow us on

તાપી જિલ્લાના (Tapi District) સોનગઢ નગરમાં રહેતી એક યુવતીએ પથ્થરની બંધ પડેલ ક્વોરીમાં ઝંપલાવી જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગઈકાલથી ગુમ થયેલી આ યુવતીનો મૃતદેહ (Dead Body) મળી આવતા ગ્રામજનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સોંગઢમાં રહેતી મીના માળી નામની યુવતી ગઈકાલે ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી છતાં પણ કોઈ ભાળ ન મળતા તેઓ ચિંતીત થઇ ગયા હતા. તેઓ દ્વારા સ્થાનિક પોલીસને આ અંગે જાણ પણ કરવામાં આવી હતી.

આ દરમ્યાન આજે સવારે યુવતીનો મૃતદેહ સોનગઢના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક બંધ પડેલ પથ્થરની ક્વોરી માંથી મળી આવ્યો હતો. આ યુવતીએ બંધ પડેલ સ્ટોન ક્વોરીના ઊંડા પાણીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી ના મૃતદેહને સોનગઢ ફાયર સ્ટેશનના જવાનોએ બહાર કાઢ્યો હતો. બાદમાં પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા. જેઓએ યુવતીની ઓળખ કરી બતાવી હતી. જોકે આ યુવતીએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું છે તે અંગે હજી સુધી કોઈપણ માહિતી સામે આવી શકી નથી.

ફાયર બ્રિગેડ દ્વારા યુવતીના મૃતદેહનો કબજો પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવતીના પરિવારજનો અને તેને ઓળખીતા સગા સબંધીઓના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ યુવતીના આ પગલાં પાછળનું સાચું કારણ જાણવા મળી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વ્યારામાં તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં જ બે મોટા વૃક્ષો ધરાશાયી

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલી એક શાળામાં મોટી દુર્ઘટના બનતા બચી ગઇ હતી. આજે સવારે વ્યારાની તાલુકા શાળાની મુખ્ય ગેટ નજીક ગુલમહોર અને આમલીના બે ઝાડ ધરાશાયી થયા હતા. ધડાકાભેર આ બંને ઝાડ પડી જતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જોકે તાલુકા શાળા ના ગેટ પાસે જ આ બંને ઝાડ પડતાં મોટી દુર્ઘટના ટળી હતી. આજે રવિવાર હોવાથી શાળામાં રજા હતી જેના કારણે વિદ્યાર્થીઓ ની અવરજવર ન હતી. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે આ બંને ઝાડ શાળાના કમ્પાઉન્ડની દીવાલ પર જ પડ્યા હતા. જેના કારણે દીવાલને પણ મોટું નુકસાન થયું છે.

Published On - 9:27 pm, Mon, 9 May 22

Next Article