Tapi : પેટ્રોલ ડીઝલના ભાવવધારાને પગલે જિલ્લામાં પણ હવે ઇલેક્ટ્રિક બાઈકનું વધતું ચલણ

|

Jun 06, 2022 | 9:38 AM

તે જ પ્રમાણે  જોઈએ તો આ પાંચ (Five )મહિનામાં 79 ઇલેક્ટ્રિક બાઈક રજીસ્ટર્ડ થઇ છે. જયારે 1 ઇલેક્ટ્રિક રીક્ષા રજીસ્ટર્ડ થઇ છે. ઉપરાંત 278 જેટલી સીએનજી કાર, 3 સીએનજી રીક્ષા અને 37 સીએનજી ગુડ વ્હીકલ રજીસ્ટર્ડ થયા છે.

Tapi : પેટ્રોલ ડીઝલના ભાવવધારાને પગલે જિલ્લામાં પણ હવે ઇલેક્ટ્રિક બાઈકનું વધતું ચલણ
Electric Bikes (File Image )

Follow us on

એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે પેટ્રોલ(Petrol ) ડીઝલના ભાવવધારાને કારણે આમ જનતા(Public ) હેરાન થઇ ગઈ છે. ઇંધણમાં થયેલા ભાવ વધારાની અસર દરેક ચીજવસ્તુઓના ભાવ પર પડી છે. જેના કારણે સામાન્ય પરિવારે ઘર ચલાવવું મુશ્કેલ થઇ રહ્યું છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિકલ્પરૂપે ઉભરી રહેલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનો ટ્રેન્ડ મહાનગરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યો છે. અને આ જ કારણ છે કે નાના નાના જિલ્લાઓ અને ગામડાઓમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

તાપી જિલ્લાની જ વાત કરીએ તો અહીં પણ પેટ્રોલ ડીઝલના ભાવવધારાને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળી રહ્યા છે. ઇંધણના ભાવ વધવાને કારણે વાહન ચાલકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે તેના વિકલ્પમાં હવે વાહનચાલકો ઇલેક્ટ્રિક વાહનો અને સીએનજીથી ચાલતા વાહનો ખરીદવા તરફ આકર્ષાઈ રહ્યા છે. તાપી જિલ્લામાં આ વર્ષ ઇલેક્ટ્રિક વાહનો અને સીએનજી વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

તાપી જિલ્લામાં આરટીઓ કચેરીમાં અત્યારસુધી 1.41 લાખ થી વધુ વાહનો નોંધાયા છે. હાલ અહીં વર્ષ 2022થી ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોનું રજીસ્ટ્રેશન વધ્યું છે. જોકે અત્યારસુધી એકપણ ફોર વ્હીલ વાહનનું રજીસ્ટ્રેશન થયું નથી. પણ ટુ વ્હીલર વાહનોની ખરીદી સૌથી વધારે જોવા મળી છે. છેલ્લા પાંચ મહિનાની જ વાત કરી તો જાન્યુઆરીથી લઈને મે મહિના સુધી તાપી જિલ્લામાં કુલ 80 જેટલી ઇલેક્ટ્રિક ગાડીઓ અને 318 જેટલા સીએનજી વાહનો આરટીઓ કચેરીમાં રજીસ્ટર્ડ થયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તે જ પ્રમાણે  જોઈએ તો આ પાંચ મહિનામાં 79 ઇલેક્ટ્રિક બાઈક રજીસ્ટર્ડ થઇ છે. જયારે 1 ઇલેક્ટ્રિક રીક્ષા રજીસ્ટર્ડ થઇ છે. ઉપરાંત 278 જેટલી સીએનજી કાર, 3 સીએનજી રીક્ષા અને 37 સીએનજી ગુડ વ્હીકલ રજીસ્ટર્ડ થયા છે. આ જ બતાવે છે કે હવે શહેરોની સાથે સાથે જિલ્લામાં પણ ઇલેક્ટ્રિક વાહનો વાહનચાલકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. એકતરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ લોકો બચત પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો ખરીદવા કરતા માટે હવે આ વૈકલ્પિક વાહનો તરફ વધુ વળી રહ્યા છે.

Next Article