Tapi : એલસીબી પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ને ઝડપી પાડ્યા

|

Sep 12, 2022 | 1:03 PM

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ દારૂ કોની પાસેથી લાવવામાં આવ્યો અને કોના સુધી તે પહોંચાડવામાં આવનાર હતો.

Tapi : એલસીબી પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ને ઝડપી પાડ્યા
District LCB Police nabbed two people who were dealing in liquor in a four-wheeler(File Image )

Follow us on

તાપી (Tapi ) અને વ્યારા એલ.સી.બી. સ્કોર્ડના સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ (Police ) સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. તે દરમિયાન એલસીબી પોલીસ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે ચચરબુંદા ગામે ઉચ્છલ થી સુરત તરફ જતા હાઇવે રોડ ઉપર દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓમાં મૂળ અમરેલીના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ધર્મેશભાઈ જયંતિભાઈ ચૌહાણ અને મૂળ અમરેલીના તેમજ હાલ સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કિશનભાઈ ભુપતભાઈ ભટ્ટી પોતાના કબ્જાની હુન્ડાઈ કંપની વેરના ફોર ગાડી નંબર- જીજે-05-સીએચ-3721 જેની આશરે કિંમત રૂપિયા-2,00,000/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો દારૂની સીલબંધ મોટી પ્લાસ્ટિકની એક લિટરવાળી પ્લાસ્ટીકની બોટલો તેમજ 750 મીલીની કાચની બોટલો કુલ નંગ-36 જેની કિંમત રૂપિયા- 22,500/- નો પ્રોહી.મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

આ ઉપરાંત તેમની પાસેથી મોબાઇલ ફોન નંગ-02 આશરે કિંમત રૂપિયા- 10,000/- મળી કુલ્લે કિંમત રૂપિયા-2,32,500/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહીબિશન એકટ કલમ- 65ઈ, 81,83, 98(2) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ કરી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લામાં દારૂની હેરફેર વધી જતા પોલીસ દ્વારા સઘન વોચ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોડેસ ઓપરેન્ડી અનુસાર ફોર વ્હીલરમાં દારૂની હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તાપી જિલ્લા એલસીબી પોલીસે દારૂ અને ગાડી સહીત દારૂના મુદ્દામાલ સાથે બેને પકડી પાડ્યા છે. તેમજ હજી પણ એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ દારૂ કોની પાસેથી લાવવામાં આવ્યો અને કોના સુધી તે પહોંચાડવામાં આવનાર હતો. તેમજ તેઓ કેટલા સમયથી દારૂની આ હેરાફેરીમાં સંડોવાયેલા છે, તે બાબતે પણ સઘન પૂછપરછ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Next Article