Tapi: બોગસ ડોક્ટરોની હાટડીઓ સામે તંત્રએ લાલ આંખ કરી, અન્ય નાના તાલુકામાં કાર્યવાહીની માંગ

|

May 21, 2022 | 9:42 AM

બોગસ (Bogus )તો એ તબીબો પણ છે જેઓ સરકારી નોકરી કરી મેડિક્લ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જેમને નોન પ્રેક્ટીસ મહેનતાણું મળે છે છતાં પોતાના ઘરે દવાખાનું નાખી સરકારી દવા વાપરી લોકોનો ઈલાજ કરે છે.

Tapi: બોગસ ડોક્ટરોની હાટડીઓ સામે તંત્રએ લાલ આંખ કરી, અન્ય નાના તાલુકામાં કાર્યવાહીની માંગ
Health Office in Nizar District (File Image )

Follow us on

તાપીના (Tapi ) કુકરમુંડા ટાઉન અને કુકરમુંડા તાલુકામાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો અને GMC એક્ટ 1967 મુજબ રજિસ્ટ્રેશન (Registration) પ્રમાણપત્ર વગર ના દવાખાનાઓ (Hospitals) અને ક્લિનિક ચલાવનાર ડોકટરો સામે કાર્યવાહી કરવા કુકરમુંડા મામલતદાર મારફતે જિલ્લા કલેકટરને સામાજિક આગેવાનો દ્વારા થોડા દિવસો પહેલા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના ટાઉન અને તાલુકામાં આવેલ ગામડાંઓમાં ડીગ્રી વગરના પરપ્રાંતીય રાજ્યના લેભાગુ અને બોગસ ડોક્ટરો દવાખાનું ચલાવતા ડોક્ટરોનો રાફડો ફાટી નિકળ્યો છે.

જેમાં બોગસ ડોકટરો થકી કુકરમુંડા વિસ્તારના ગરીબ અને અભણ અને પછાત સમાજ ના દર્દીઓ પાસેથી મસમોટી ફી વસુલ કરાઈ રહી છે. આવા બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરો પાસેથી ઈલાજ કરાવવો માનવજીવન સાથે અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આદિવાસી લોકોને આવા બોગસ ડોક્ટરો સાદા કાગળ પર દવા, ઇન્જેક્શન લખી આપી રીતસરની ગેરકાયદેસરની લુંટ ચલાવે છે. જે બાબતે આદિવાસી સામાજિક કાર્યકર્તા દ્વારા થોડા દિવસો પહેલા મામલતદાર મારફતે તાપી જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. જે બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા બોગસ ડોક્ટરોના ક્લિનિક બહાર નોટિસ મારી ક્લિનિક બંધ કરી દેવામાં આવ્યા છે.

જે બાબત ઘણી સારી કહેવાય પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે બોગસ ડોકટરો માત્ર કુકરમુંડા તાલુકામાં જ છે? નિઝર કે અન્ય નાના તાલુકામાં કોઈ બોગસ ડોક્ટર નથી? તો અમે તમને જણાવી દઈએ કે નિઝર તાલુકાના નિઝર મુખ્ય મથક, વાંકા ચાર રસ્તા, વેલદા, ખોડદા, રાયગઢ, સાયલા, વડલી,રુમકીતલાવ, લક્ષ્મી ખેડા તેમજ અન્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરો પોતાની હાટડી જમાવીને બેઠા છે. એમના પર કેમ કાર્યવાહી થતી નથી. માત્ર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં જ કાર્યવાહી કેમ એ સવાલ સ્થાનિકોના ગળે ઉતરે તેમ નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગામડામાં રહી પ્રેક્ટિસ કરતા લોકલ ડોક્ટર એકલા બોગસ નથી. બોગસ તો એ તબીબો પણ છે જેઓ સરકારી નોકરી કરી મેડિક્લ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જેમને નોન પ્રેક્ટીસ મહેનતાણું મળે છે છતાં પોતાના ઘરે દવાખાનું નાખી સરકારી દવા વાપરી લોકોનો ઈલાજ કરે છે અને સમયસર પોતાની ફરજ પર હાજર નથી રહેતા એવા ડોકટરો પણ બોગસ છે તો શું સ્થાનિક આરોગ્ય તંત્રએ માત્ર કુકરમુંડા તાલુકામાં કાર્યવાહી કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવી છે. જો કાર્યવાહી કરવી જ હોય તો અન્ય નાના તાલુકામાં પણ કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.

ક્યા ડોક્ટર પ્રેક્ટિસ નથી કરી શકતા

ઇલેક્ટ્રોપેથી, નેચરોપથી અને બેચલર ઓફ અલ્ટરનેટિવ મેડિકલ સાયન્સ ધરાવતા સર્ટિફિકેટ અને ડિગ્રી ધારી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકતા નથી. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી ગુજરાત મેડિકલ કાઉન્સિલ, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યૂનાની સિસ્ટમ ઓફ મેડિસિન અને કાઉન્સિલ ઓફ હોમિયોપેથી સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્યમાં નોંધણી ન કરાવી હોય એવા ડોક્ટર પણ પ્રેક્ટિસ નથી કરી શકતા.

Next Article