AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi : સબકા સાથ સબકા વિકાસ આ સૂત્ર કેમ આજે સાર્થક થયેલું લાગે છે ? વડાપ્રધાનના ગુરુ ના મોઢે જ સાંભળો શું કહ્યું એમના વિદ્યાર્થી માટે

દેશના (Country )સર્વોચ્ચ સ્થાન પર રહ્યા બાદ પણ ડાઉન ટુ અર્થ લઈને તેઓએ પોતાના શિક્ષકને મળવા જે રીતે પહોંચ્યા એ બાબતે પણ સૌને મોહી લીધા હતા.

Tapi : સબકા સાથ સબકા વિકાસ આ સૂત્ર કેમ આજે સાર્થક થયેલું લાગે છે ? વડાપ્રધાનના ગુરુ ના મોઢે જ સાંભળો શું કહ્યું એમના વિદ્યાર્થી માટે
PM Modi's teacher (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 9:22 AM
Share

નવસારી(Navsari )  જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ(Khudvel ) ગામે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટોના લોકાર્પણવિધિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi ) દ્વારા કરવામાં આવી હતી. જોકે ખુડવેલની સભામાં આવતા પહેલા પીએમ મોદી ખુડવેલ ગામે રહેતા વડનગરના 88 વર્ષીય શિક્ષક જગદીશભાઈ નાયકને મળવા માટે ગયા હતા. ધોરણ 1 અને 2માં જેમણે ભણાવ્યા હતા તે શિક્ષકને જોતા જ પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા. થોડા દિવસો પહેલા જ જગદીશભાઈ નાયકની પત્નીનું અવસાન થયું હતું અને હાલ તેઓ એકલવાયું જીવન કાઢી રહ્યા છે. અહીં ગુરુ અને શિષ્ય મળતા જ તેઓ ભાવુક થઇ ગયા હતા. અને શિક્ષક જગદીશભાઈએ પીએમ મોદીને ગળે લગાવી દીધા હતા. અને લાંબા સમય સુધી બંનેએ જૂની વાતો પણ વાગોળી હતી.

પીએમ મોદીના શિક્ષક જગદીશભાઈ નાયકે પત્રકારો સાથે વાતો પણ કરી હતી. તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે માતાના આશીર્વાદ પીએમ મોદી સાથે છે, જેથી આજે તેઓ આ સ્થાને પહોંચ્યા છે. બાળપણમાં તેઓ વિદ્યાર્થી તરીકે કેવા હતા તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે મારી પાસે 100 વિદ્યાર્થીઓ ભણતા હતા. પણ નરેન્દ્ર મોદી સૌથી અલગ હતા. તેઓ મારી પાસે જે શીખ્યા તે બાબતને તેઓએ જીવનમાં ઉતારી છે. તેઓ પોતાના પિતા અને ભાઈ સાથે શાળાએ આવતા હતા. એક દીવો આખા વિશ્વને અજવાળે છે. આજે નરેન્દ્ર મોદી એ દિવા સમાન સાબિત થયા છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે બાળપણમાં જે ભાવ તેમનામાં હતો આજે પણ તે જ ભાવ છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય નથી. શિક્ષણ એ છે જે આત્મભાવ જગાવે અને આજે પણ પીએમ મોદીમાં એજ ભાવ જોવા મળ્યો છે. તેઓમાં કોઈ અહમ જોવા મળતો નથી. તેમના માટે આજે પણ દેશ જ સર્વોપરી છે. સબકા સાથ સબકા વિકાસ એ વાતને તેઓએ જાળવી રાખ્યો છે. પીએમ મોદી જયારે સીએમ હતા ત્યારે શિક્ષક સાથે વાતચીત કરી હતી. પણ હવે જયારે તેઓ ચીખલી આવવાના હતા ત્યારે પીએમઓ ઓફિસમાં જાણ કરીને તેઓએ ફરી સંપર્ક સાધ્યો હતો.

અને પીએમ હોવા છતાં તેઓએ વ્યસ્ત શિડ્યુલમાંથી તેમના શિક્ષકને મળવા આવ્યા અને શિક્ષક સાથે મળીને જે લાગણીઓ વહેંચી તે પણ અકલ્પનિય છે. આમ, દેશના સર્વોચ્ચ સ્થાન પર રહ્યા બાદ પણ ડાઉન ટુ અર્થ લઈને તેઓએ પોતાના શિક્ષકને મળવા જે રીતે પહોંચ્યા એ બાબતે પણ સૌને મોહી લીધા હતા. અને પોતાના શિષ્યને આ સ્થાને જોઈને શિક્ષક જગદીશભાઈએ પણ આનંદની સાથે ગર્વની લાગણી અનુભવી હતી.

Input Credit- Nirav Kansara- Tapi

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">