Tapi : ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની શરૂઆત, ખેડૂતોએ રાહત અનુભવી
તાપી જિલ્લાના વાલોડ, ડોલવાલ અને વ્યારાના ગ્રામીણ વિસ્તારોના વરસાદ થયો છે. આ ઉપરાંત અનેક ગ્રામીણ વિસ્તારોના વરસાદપડ્યો છે. જો કે વરસાદ થતાં જ જગતના તાત એવા ખેડૂતોએ રાહત અનુભવી છે.
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમ તાપી(Tapi) જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં તાપી જિલ્લાના વાલોડ, ડોલવાલ અને વ્યારાના ગ્રામીણ વિસ્તારોના વરસાદ થયો છે. આ ઉપરાંત અનેક ગ્રામીણ વિસ્તારોના વરસાદ(Rain)પડ્યો છે. જો કે વરસાદ થતાં જ જગતના તાત એવા ખેડૂતોએ રાહત અનુભવી છે.
તાપી જિલ્લામાં વાવણી લાયક વરસાદ ખેંચાય જતા અહીંના 50 ટકાથી વધુ ખેડૂતો જે ચોમાસા આધારિત ખેતી કરતા આવ્યા છે તેમની ચિંતા વધી હતી. હાલ સુધી સારા ચોમાસાની આશાએ જિલ્લામાં 85 ટકાથી વધુ વિવિધ પાકોની રોપણી થઇ ચુકી છે. જેના લીધે વરસાદ થતાં હવે ખેડૂતોના આનંદની લાગણી પ્રસરી છે.
Published on: Jul 18, 2021 12:33 PM
